જમ્મુ-કાશ્મીર ના ગુરેઝમાં શિયાળાએ દસ્તક દીધી હોય તેમ લાગી રહ્યું છે.કાબુલ ગલીમાં મોસમનો પ્રથમ હિમપાત થયો હોવાની માહિતી સાંપડી છે.ઊંચાઈવાળા પહાડી વિસ્તારો બરફની સફેદ ચાદરમાં લપેટાયા છે.જેને કારણે તાપમાનમાં ઘટાડા સાથે ઠંડીનો ચમકારો વધ્યો હતો.ઉત્તર કાશ્મીરમાં આવેલા રમણીય ગુરેઝ વેલી વિસ્તારના ઊંચાઈવાળા પહાડોમાં શિયાળાની દસ્તક જોવા મળી છે. બુધવારે તુલૈલ ખીણમાં આવેલી કાબુલ ગલી ખાતે મોસમનો પ્રથમ હિમપાત થતાં સમગ્ર પહાડી વિસ્તાર બરફની સફેદ ચાદરમાં ઢંકાઈ ગયો હતો.મોસમના પ્રથમ હિમપાત સાથે જ ગુરેઝ અને તુલૈલ ખીણના ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તાજી હિમવર્ષાના પગલે પહાડોનું મનમોહક દૃશ્ય સર્જાયું હતું અને લીલાછમ દેખાતા વિસ્તારો શિયાળાના આગમન સાથે સફેદ રંગે રંગાઈ ગયા હતા.

કાબુલ ગલી ગુરેઝના એવા ઊંચાઈવાળા વિસ્તારોમાં સામેલ છે જ્યાં મોસમની શરૂઆતમાં જ હિમવર્ષા જોવા મળે છે.તાજા હિમપાતને કારણે અહીંના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.પ્રથમ હિમવર્ષાથી કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લાગી ગયા છે.કાબુલ ગલી અને તુલૈલ ખીણમાં પડેલા તાજા બરફે સમગ્ર વિસ્તારની સુંદરતામાં વધારો કર્યો છે.બરફથી ઢંકાયેલા કઠિન પહાડો અને રમણીય ખીણનું મનમોહક દૃશ્ય શિયાળાના આગમનની આગવી અનુભૂતિ કરાવી રહ્યું છે.

દરમિયાન, ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહેવાસીઓ તેમજ પ્રવાસીઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. હિમવર્ષા બાદ તાપમાનમાં ઝડપથી ઘટાડો થવાની શક્યતા હોવાથી પહાડી માર્ગો પર મુસાફરી કરતા લોકોએ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.મોસમના પ્રથમ હિમપાત સાથે જ ગુરેઝની પહાડીઓએ શિયાળાના આગમનની જાણ કરી છે, ત્યારે બરફની સફેદ ચાદરમાં લપેટાયેલી તુલૈલ ખીણનો નજારો સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.









