આણંદ જિલ્લાના શારીરિક અશક્ત દિવ્યાંગો માટે તા.૧૯ અને ૨૦ સપ્ટેમ્બરે નિઃશુલ્ક સાધન-સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ જિલ્લાના શારીરિક અશક્ત દિવ્યાંગો માટે ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરે નિઃશુલ્ક સાધન-સહાય એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવનાર છે. મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ, જોયસ્ટીક વ્હિલચેર અને કુત્રિમ અંગોની સહાય માટે રાજ્ય સરકાર અને ગોકુલધામ નાર દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.બે દિવસીય કેમ્પમાં આણંદ જિલ્લાના તમામ તાલુકાઓના દિવ્યાંગોને આવરી લેવામા આવશે.વિકલંગોએ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી હાઈટેક પ્રોસ્થેટીક સાધનોનો લાભ મેળવવા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.આણંદ જિલ્લામાં હલન-ચલનની અશક્તતા ધરાવતા અસ્થિવિષયક દિવ્યાંગજનોને આધુનિક સહાયક ઉપકરણો પૂરા પાડી તેમને પગભર કરવાના હેતુથી એક વિશેષ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા નિયામક,સમાજ સુરક્ષા પ્રભાગના માર્ગદર્શન હેઠળકેમ્પ યોજાશે.આ માનવતાવાદી અભિગમમાં ભારત સરકારના જાહેર સાહસ એલિમ્કો (ALIMCO) અને પેટલાદ તાલુકાના નાર સ્થિત શ્રી નિત્યાનંદ સ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ-ગોકુલધામનો મહત્વનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ કેમ્પના માધ્યમથી પાત્રતા ધરાવતા દિવ્યાંગોને કુત્રિમ હાથ-પગ (હાઈટેક પ્રોસ્થેટીક), કેલીપર્સ, મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ અને જોયસ્ટીક વ્હિલચેર જેવા આધુનિક સાધનો વિનામૂલ્યે પૂરા પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આયોજન અંતર્ગત આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓને બે દિવસીય કાર્યક્રમમાં વહેંચવામાં આવ્યા છે. આગામી તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬,શનિવારના રોજ આણંદ અને ઉમરેઠ તાલુકાના દિવ્યાંગજનો માટે વિદ્યાનગરના બાકરોલ રોડ પર પતંજલિ વેલનેસ સેન્ટરની બાજુમાં આવેલ ‘ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’ ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાશે.તારીખ ૨૦ સપ્ટેમ્બર ને રવિવારના રોજ સોજીત્રા,પેટલાદ,તારાપુર, ખંભાત,બોરસદ અને આંકલાવ તાલુકાના લાભાર્થીઓ માટે પેટલાદના નાર ગામે આવેલ શ્રી નિત્યાનંદ સ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ, ગોકુલધામ ખાતે સવારેથી સાંજેકલાક સુધી શિબિર યોજાશે.

ડિજિટલ યુગ ન્યૂઝ,આણંદ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!