ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા ‘NO DRUGS IN BHARUCH CAMPAIGN’ હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા નશાના કારોબારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ANWના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. પટણીની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવી નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.પી. ચૌહાણને બાતમી મળી હતી કે અંકલેશ્વર GIDCના રચનાનગર ફાટક પાસે રાલીઝ ઇન્ડિયા કંપનીના ગેટ નજીક ગણેશ ગામીત નામનો શખ્સ પોતાના પાનના ગલ્લાની આડમાં સાગરીત સચિન ગુપ્તા સાથે રોયલ એનફીલ્ડ બુલેટ પર બેસીને ગાંજાનું છૂટક વેચાણ કરે છે.ઉક્ત બાતમીના આધારે ANWની ટીમે સ્થળ પર દરોડો પાડતાં ગણેશ રાજુભાઈ ગામીત અને સચિન પન્નાલાલ ગુપ્તા ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા.પોલીસ તપાસમાં બંને આરોપીઓ આર્થિક લાભ મેળવવાના ઇરાદે ભડકોદ્રા ખાતે રહેતા અનીકેત નામના શખ્સ પાસેથી ગાંજો મંગાવી છૂટક વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું.પોલીસે બંને આરોપીઓ પાસેથી ૧,૮૮૦ કિલોગ્રામ ગાંજો, જેની કિંમત રૂ.૯૪,૦૦૦ થાય છે, ઉપરાંત રૂ.૧ લાખની રોયલ એનફીલ્ડ બુલેટ, રૂ.૨૦ હજારના બે મોબાઇલ ફોન, રૂપિયા એક હજારનો ડિજિટલ વજનકાંટો તથા રેપર સહિત કુલ ૨,૧૫,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.આ મામલે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં NDPS એક્ટ-1985ની વિવિધ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર અનીકેત નામનો શખ્સ હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેનું પૂરું નામ-સરનામું મેળવવા તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ઝડપાયેલા આરોપીઓ મા ગણેશ રાજુભાઈ ગામીત, રહે. રચનાનગર, ભરવાડ વસ્તી, અંકલેશ્વર.તેમજ સચિન પન્નાલાલ ગુપ્તા, રહે. ક્રિષ્ન વિલા રેસિડેન્સી, અંકલેશ્વર નો સમાવેશ થાય છે.જ્યારે અનીકેત, રહે. ભડકોદ્રા, તા. અંકલેશ્વર, જિ. ભરૂચ ને વોન્ટેડ જાહેર કરાયો છે.
Loading Viewer...








