ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ અંતર્ગત જિલ્લા કક્ષા ચેલેન્જ ટ્રેક સ્પર્ધા યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા,સર્જનાત્મક વિચારશક્તિ અને રાષ્ટ્રના વિકાસ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાના ઉદ્દેશ સાથે ‘વિકસિત ભારત યંગ લિડર્સ ડાયલોગ-૨૦૨૭’ અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાની ચેલેન્જ ટ્રેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરની પ્રેરણા હેઠળ કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભરૂચ દ્વારા સંચાલિત આ સ્પર્ધા સરકારી જિલ્લા પુસ્તકાલય, ભરૂચ ખાતે યોજાઈ હતી.

સ્પર્ધાના Essay Roundમાં ભરૂચ જિલ્લામાંથી અગાઉ પસંદગી પામેલા યુવક-યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં યુવાનોની વિચારશક્તિ, અભિવ્યક્તિ, દૃષ્ટિકોણ અને નેતૃત્વ ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.જેમાંથી છ પ્રતિભાશાળી યુવક-યુવતીઓની ગુજરાત રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી.

રાજ્યકક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર પસંદગી પામેલા સ્પર્ધકોમાં જાગૃતિ શિવાનંદ શુક્લા, નતાશા પૉલ, આયશા પટેલ, કોનિકા કાર, હર્ષ હિરલભાઈ પટેલ અને અંકિત કુમારનો સમાવેશ થાય છે.સમગ્ર કાર્યક્રમનું સંકલન જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન આર. ગવલી તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી સૌરભકુમાર રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્પર્ધામાં જ્યુરી અધ્યક્ષ તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભરૂચના નિયામક આર.એમ. જાલંધરા તથા જ્યુરી સભ્યો તરીકે જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ, સર્વ હેપ્પીનેશ ફાઉન્ડેશનના સ્થાપક અને CEO નિતિન ટેલર, રૂંગટા વિદ્યાભવનના આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા અને એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય, થવાના આચાર્ય પ્રવિણ પટેલે પોતાની સેવાઓ આપી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!