ભરૂચ નજીક દેરોલ પાસે દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માતમાં બે ના મોત,૩૫ જેટલા ઘાયલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દેરોલ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે વહેલી સવારે ભયંકર ટક્કર થતાં અફરાતફરી મચી જવા પામી હતી.અકસ્માતમાં બે ના મોત અને ૩૫ જેટલા મુસાફરો ઘાયલ થયાની વિગતો સાંપડી છે. પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી.ભરૂચ નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર દેરોલ પાસે વહેલી સવારે લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં દ્રાઈવર અને ક્લીનર નું મોત થયાની માહિતી સાંપડી છે. જ્યારે ૩૫ જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પર ભારે દોડધામ મચી ગઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજીથી સુરત તરફ જાનૈયા ભરેલ લક્ઝરી બસ દેરોલ નજીક એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહી હતી,

ત્યારે બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસમાં સવાર મુસાફરોમાં રોકકડ મચી જવા પામી હતી. અકસમાતની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બીજી તરફ, મૃતક મુસાફરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ બનાવમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ શોધવા વધુ તપાસ હાથ ધરી છે.દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર સર્જાયેલા આ અકસ્માતે ફરી એકવાર હાઇવે પર સલામતી અને વાહનચાલકોની ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે.

ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ 

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!