આમોદમાં ‘I LOVE AMOD’ બોર્ડ નીચે જ ગંદકી ખડકાઈ…!!!! નગરપાલિકા ના સ્વચ્છતાના દાવાની ખૂલી પોલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ ખાતે લગાવાયેલ I “LOVE AMOD” ના બોર્ડ નીચે જ ગંદકીએ માઝા મૂકતા નગરપાલિકાની બેદરકારી સામે જનતામા ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.બીજી તરફ નગરપાલિકા ના સ્વચ્છતા ના ખોખલા દાવાની પોલ ઉઘાડી પડી જવા છે.ફરીએકવાર આમોદ નગરપાલિકાની બેદરકારી અને નિષ્ક્રિયતા શહેરના મુખ્ય ચાર રસ્તા પર ખુલ્લેઆમ સામે આવી છે. શહેરની ઓળખ અને ગૌરવનું પ્રતીક ગણાતું I LOVE AMOD સેલ્ફી પોઇન્ટ આજે તેની નીચે ખડકાયેલા ગંદકી અને કચરાના ઢગલાઓને કારણે સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન સાબીત થઈ રહ્યું છે.

નાગરિકો ની ફરિયાદો જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશોના બહેરા કાને અથડાઈ ને પરત ફરી રહી છે.શહેરના હાર્દ સમાન સ્થળની આવી હાલત હોય તો આંતરિક વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિ કેવી હશે તે મોટો સવાલ બની ગયો છે.દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના દાવા થઈ રહ્યા છે,ત્યારે આમોદમાં જાહેર સ્થળે જ ગંદકીના ઢગલા તંત્રના તમામ દાવાઓની પોલ ખોલી રહ્યા છે. માત્ર ફેન્સી બોર્ડ લગાવી દેવા કે ફોટા પડાવવાથી શહેર સ્વચ્છ બનતું નથી. તેના માટે મેદાનમાં સતત કામગીરી અને જવાબદારી જરૂરી છે.આ મુદ્દે ભાજપ યુવા મોરચાના શહેર મહામંત્રી મુકેશ લક્ષ્મણ રબારીએ કોંગ્રેસ શાસિત નગરપાલિકા પર આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ભાજપ સત્તામાં હતી ત્યારે ગંદકીના મુદ્દે વિરોધ કરનારા કોંગ્રેસના નેતાઓ આજે સત્તામાં આવતા કેમ મૌન ધારણ કરી ને બેઠા છે? તેમણે યુથ કોંગ્રેસના નેતા કેતન મકવાણાનું નામ લઈને સવાલ કર્યો હતો કે જે મુદ્દે અગાઉ તેમણે વિરોધ કર્યો હતો, એ જ મુદ્દો આજે કેમ તેમને દેખાતો નથી? જો હજી પણ સ્વચ્છતા કામગીરી નહીં થાય તો I LOVE AMOD ને બદલે આઈ લવ ગંદકી કહેવું જ યોગ્ય લેખાશે.

 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!