સુરતના બહુ ચર્ચિત ૧૫૫૦ કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમા બેન્ક ખાતામાથી સાયબર ફ્રોડના નાણા રોકડા કરાવી U.S.D.T. મા કન્વર્ટ કરતા ચાર આરોપીઓ અઢી કરોડ થી વધુના મુદ્દામાલ સાથે ઉધના પોલીસના હાથે પકડાયા હતા.

નાગરિકોને લાલચ આપી તેઓના બેંક એકાઉન્ટ ખોલાવી તેનો દુરઉપયોગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ઉધના પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.એસ.એન.દેસાઇ તથા પો.ઇન્સ.જે.એસ.ઝાંબરે તથા પોલીસ ટીમના જવાનો તા-૨૧ મેં ૨૦૨૫ ના રોજ સુરતના રામનગર ખાતે વાહન ચેકિગમાં હતા તે દરમ્યાન એક એક્ટીવા નં-જીજે ૦૫ ટીડી ૭૭૪૫ નો ચાલક શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટો ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા ખોલાવેલ બેંક એકાઉન્ટ કીટો તથા એકાઉન્ટમાં રજીસ્ટર્ડ કરાવેલ મોબાઇલ નંબરના સીમકાર્ડ મેળવી આ ખાતાઓના પોતાની રીતે ખોટા યુઝરનેમ અને પાસવર્ડ બનાવી ખોટી જામીનગીરીઓ ઉભી કરી બોગસ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો ઉભા કરી દિલ્લી ખાતે રહી લોકોને ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરવા માટે પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરતા હતા.અને તેમના મળતીયાઓને બેન્ક ખાતા પુરા પાડી બેંક એકાઉન્ટ દીઠ જુદી જુદી રકમના કમિશનો મેળવી એકબીજાની મદદગારી કરતા હતા.જે બાબતે ઉધના પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરતા બેક એકાઉન્ટોની ટ્રાન્જેક્શનની માહિતી મેળવતા આશરે રૂપિયા ૧૫૧૮,૦૫,૧૩,૬૮૨/- સુધીનું સાઇબર ફ્રોડનું ટ્રાન્જેકશન થયેલ હોવાનું ખુલવા પામ્યું હતું.

તેમજ સદર ગુનામાં આરોપીઓની મોડશ ઓપરેન્ડી જોતા સરકારી તેમજ પ્રાઇવેટ બેંકોમાં કરંટ બેંક એકાઉન્ટો ખોલાવી સદર એકાઉન્ટસ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ તથા એકાઉન્ટ સાથે લીંક કરવા નવા સીમ કાર્ડ મેળવી આ એકાઉન્ટો કમિશન પર ભાડે આપી સાયબર ક્રાઇમ આચરતી ઇન્ટરનેશલ ગેંગને સાયબર ક્રાઇમના નાણા ટ્રાન્સફર કરવા પૂરા પાડતા હતા.ગુનો આચરવા માટે વિવિધ બેંકોની સેવાઓ તથા પોલીસીઓનો દુરુપયોગ થયેલ હોઈ જે ગુનાના કામે રેઇડ તથા તપાસ દરમ્યાન અત્યાર સુધી અંદાજીત અલગ અલગ બેંકના ૧૬૪ જેટલા બેંક એકાઉન્ટસ મળી આવ્યા હતા. જેમાં અગાઉ ૨૫ આરોપીઓની અટક કરી ચાર્જશીટ કરવામા આવી હતી.

નોંધનીય છે કે મળી આવેલ કરંટ બેંક અકાઉન્ટના બેંક સ્ટેટમેન્ટનુ એનાલીસીસ કરતા સદર ગુનામા મળી આવેલ બેક ખાતામાથી સાઇબર ફ્રોડના નાણા મની ટ્રાન્સફરનુ કામ કરતા અમીત જગશીશચંદ્ર ચોક્સીના પિતાના બંધનબેક અકાઉન્ટ મા આશરે ૯૦ લાખ રૂપીયા ટ્રાન્ફર થયાનુ સામે આવ્યું હતું.જેને આધારે તપાસ કરતા હાલ પકડાયેલ આરોપી અબ્દુલરબ અબ્દુલકાદીર ચામડીયા અમીત જગશીશચંદ્ર ચોક્સીના પિતાના બેક અકાઉન્ટમા ઓનલાઇન ટ્રાજેક્શન કરી આપતો હતો.ત્યાર બાદ અમીત જગશીશચંદ્ર ચોક્સી બેક માથી તે સાઇબર ફ્રોડના નાણા ઉપાડી રોકડા કરી આરોપી ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરીયા તેમજ પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ ગઢીયાની મહીધરપુરા સ્થિત ઓફીસ ખાતે જમા કરાવતો હતો.બાદમાં ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરીયા આરોપી અબ્દુલરબ અબ્દુલકાદીર ચામડીયા ને યુ.એસ.ડી.ટી મોકલી આપતો હતો. જેને આધારે આરોપીઓની ઓફીસ અને લોકર માથી રોકડા રૂપિયા ૧,૯૨,૦૯,૩૦૦/- તથા સોનુ વજન ૨૮૮.૯૬ ગ્રામ જેની કિંમત રૂ.૩૯,૩૬,૯૬૯/- તથા ચાંદી ૧૦.૮૦૦ ગ્રામ જેની કુલ્લે કિમત રૂ.૨૭,૪૩,૨૫૦/- તથા રફ હિરા ૪૧૩.૩૭ કેરેટ જેની કિં.રૂ.૨૦,૬૬૮/- તથા રૂપિયા ગણવાના મશીન નંગ-૪ જેની કિં.રૂ.૧,૨૨,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૨,૬૦,૩૨,૨૧૪ ની મત્તાના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉધના પોલીસે આરોપીઓ અબ્દુલરબ અબ્દુલકાદીર ચામડીયા ઉ.વ ૩૨, રહે ગાયત્રી સોસાયટી અડાજણ પાટીયા તથા અમીતભાઇ જગદીશભાઇ ચોક્સી ઉ.વ-૪૫ રહે- છોવાલા શેરી, સંગ્રામપુરા અને ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરીયા ઉ.વ-૩૭,રહે-અયોધ્યા રો-હાઉસ બ્રિલીયન્ટ સ્કુલની બાજુમાં ડભોલી સુરત શહેર મુળ રહે- ગામ-નાવડા તા.જી-બોટાદ ઉપરાંત પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ ગઢીયા ઉ.વ-૫૭, રહે- માન સરોવર વેડ રોડ કતારગામ સુરત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૯(૨), ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૬૧(૨), ૩(૫) તથા આઇ.ટી.એક્ટ કલમ-૬૬(ડી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ, સુરત
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









