ગૃહમંત્રી અમિત શાહ તા.૧૩ મી જાન્યુ,ના રોજ આણંદના ચાંગા ખાતે ચારૂસેટ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગૃહમંત્રી અમિત શાહ તા.૧૩ મી જાન્યુ,ના રોજ આણંદના ચાંગા ખાતે ચારૂસેટ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેનાર છે.આણંદ જિલ્લામાં તા.૧૩ મી જાન્યુઆરી, મંગળવારના રોજ પેટલાદ તાલુકાના ચાંગા ખાતે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ)ના પદવીદાન સમારોહ કાર્યક્રમમાં દેશના ગૃહ તથા સહકારમંત્રી અમિત શાહ પધારનાર છે. જેને ધ્યાને લઇ સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી.બેઠકમાં જિલ્લા કલેકટરે ચાંગા ખાતેના કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલ મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા આયોજન તેમજ પદવીદાન સમારોહમાં બેઠક વ્યવસ્થા અને અન્ય પાયાની જરૂરિયાતો માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવાની સાથે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો-વ્યવસ્થા, સાફ-સફાઇ સહિત કાર્યક્રમ સ્થળની આસપાસ વાહનવ્યવહારના નિયમન અને પાર્કિંગની સુવિધા તથા રૂટ સબંધિત જરૂરી વ્યવસ્થાઓના સુચારૂ અમલીકરણ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.બેઠકમાં ડીડીઓ દેવાહુતી, જિલ્લા પોલીસ વડા ગૌરવ જસાણી, નાયબ વન સંરક્ષક, નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ, આણંદ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!