ભરૂચ જિલ્લાનું ધોરણ-૧૨ બોર્ડ સામાન્ય પ્રવાહનું ૯૩.૩૭ અને વિજ્ઞાન પ્રવાહનું ૮૦.૫૯ ટકા પરિણામ જાહેર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૨ એચ એસ સી બોર્ડ સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.માર્ચ ૨૦૨૬ માં યોજાયેલ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતા કહી ખુશી, કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૨ સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું રાજ્યનું પરિણામ જાહેર થતા ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે ભરૂચ જિલ્લાનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૩.૩૭-ટકા તો વિજ્ઞાન પ્રવાહનું ૮૦.૫૯ ટકા પરિણામ જાહેર થયું છે.ભરૂચ જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં A-1 ગ્રેડમાં ૪૧ વિદ્યાર્થીઓ, A-2 માં ૨૫૧,B-1 માં ૪૩૯ છાત્રો,B-2 માં ૫૧૩ અને NI માં ૫૭૯ વિદ્યાર્થીઓ નોંધાયા છે.તો બીજી તરફ વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ કેન્દ્રનું 83.59 ૮૩.૫૯ ટકા, અંકલેશ્વર કેન્દ્રનું ૭૭.૪૦ ટકા, ઝાડેશ્વર કેન્દ્રનું ૮૮.૪૧ ટકા અને જંબુસર કેન્દ્રનું ૬૮.૨૪ ટકા પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહમાં A-1 ગ્રેડમાં ૭૧ વિદ્યાર્થી, A-2 ગ્રેડમાં ૪૫૪ વિદ્યાર્થી,B-1 ગ્રેડમાં ૧૦૭૩ વિદ્યાર્થી, B-2 ગ્રેડમાં ૧૮૪૩ વિદ્યાર્થી અને NI ૫૮૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના અંકલેશ્વર કેન્દ્રનુ ૯૨.૬૬ ટકા, ભરૂચ કેન્દ્રનું ૯૦.૫૩ ટકા, ઝાડેશ્વર કેન્દ્રનું ૯૩.૫૮ ટકા, જંબુસર કેન્દ્રનું ૯૨.૭૨ ટકા, નેત્રંગ કેન્દ્રનું ૯૯.૩૧ ટકા, હાંસોટ કેન્દ્રનું ૯૧.૭૪ ટકા, વાલીયા કેન્દ્રનું ૯૨.૯૦ ટકા,થવા કેન્દ્રનું ૯૬.૪૮ ટકા, દયાદરા કેન્દ્રનું ૯૧.૭૫ ટકા, આમોદ કેન્દ્રનું ૯૪.૫૮ ટકા, ઝઘડિયા કેન્દ્રનું ૯૩.૮૯ ટકા અને દહેજ કેન્દ્રનું ૯૮.૨૫ ટકા પરિણામ જાહેર થયું છે. શાળા પરિવાર તથા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ છાત્રોને શુભકામના પાઠવવામાં આવી હતી.ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને શાળાએથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!