તાજેતરમાં યોજાયેલ ચૂંટણી દરમિયાન ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શમશાદઅલી સૈયદે ગુજરાતમાં સૌથી વધુ મતો સાથે વિજય મેળવી ઇતિહાસ રચ્યો હતો.ભરૂચ માટે ગૌરવ સમાન કહી શકાય તેવી ઘટના સામે આવી છે.ભરૂચ નગરપાલિકા વોર્ડ નં. ૨માં થયેલ ચૂંટણીમાં શમશાદ અલી સૈયદે ભવ્ય અને ઐતિહાસિક વિજય મેળવી નવી સિદ્ધિ નોંધાવી હતી. સમગ્ર ગુજરાતમાં યોજાયેલી ૮૪ નગરપાલિકાઓની ચૂંટણીમાં તમામ ઉમેદવારોમાં સૌથી વધુ ૭૪૩૨ મતો સાથે સૌથી મોટી લીડ મેળવી અનોખો રેકોર્ડ સ્થાપ્યો છે, જે ભરૂચ શહેર અને કોંગ્રેસ પાર્ટી માટે ગૌરવ સમાન કહી શકાય.ચૂંટણી દરમિયાન દરેક કાર્યકર, યુવાનો, વડીલો, માતા-બહેનો તથા આગેવાનો દ્વારા કરાયેલ અથાગ મહેનત અને સમર્પણને પગલે જંગી બહુમતીથી જીત મળી હોવાની વાત સમશાદ સૈયદે કરી હતી.વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, “આ જીત મારા માટે સન્માન સાથે મોટી જવાબદારી પણ છે. વોર્ડ નં. ૨ના દરેક નાગરિકની આશાઓ પર ખરા ઉતરવા માટે હું પ્રતિબદ્ધ છું. વિકાસના કામોને વધુ ગતિ આપીને, પારદર્શિતા અને પ્રામાણિકતાથી સેવા આપવાનું અમારું મુખ્ય લક્ષ્ય રહેશે.”આગામી સમયમાં વિસ્તારના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, સ્વચ્છતા, પાણી અને અન્ય જરૂરી સુવિધાઓને પ્રાથમિકતા આપી કાર્ય કરવામાં આવશે. જનતા સાથે સતત સંવાદ રાખીને, તેમની સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવશે.

ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








