ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ૭૭ નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોને ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’થી નિવૃત્તિ લાભોના હુકમો એનાયત કરાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ૭૭ નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોને ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’થી નિવૃત્તિ લાભોના હુકમો એનાયત કરાયા હતા.જીવનનાં અમૂલ્ય વર્ષો શિક્ષણ અને સમાજઘડતરમાં સમર્પિત કરનાર પ્રાથમિક શિક્ષકોની નિવૃત્તિની ક્ષણને ગૌરવપૂર્ણ અને આનંદદાયક બનાવવાના હેતુસર ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા સત્રાંત, વયનિવૃત્ત તેમજ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર પ્રાથમિક શિક્ષકો માટે નિવૃત્તિ વિષયક લાભોના હુકમ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ૭૭ જેટલા પ્રાથમિક શિક્ષકોને ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ના માધ્યમથી અત્યંત પારદર્શક, સરળ અને સુવ્યવસ્થિત વહીવટ દ્વારા નિવૃત્તિ વિષયક લાભોના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

શિક્ષકોને નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા અને માનસિક સંતોષ ત્વરિત મળી રહે તે માટે વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા પ્રશંસનીય બની રહી છે.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબા રાજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, શિક્ષણ સમિતિના ચેરમેન કર્મિષાબેન પટેલ, શાસક પક્ષના નેતા મગનભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન વિમલભાઈ પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, બંને શિક્ષક સંઘના પ્રમુખ,મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી નિવૃત્ત શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ 

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!