આણંદ ખાતે જિલ્લાના પ્રભારી સચિવ અવંતિકા સિંઘે સરકારની વિવિધ યોજનાઓ અંગે સમીક્ષા બેઠક યોજી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ ખાતે જિલ્લાના પ્રભારી સચિવ અવંતિકા સિંઘે સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી.ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી અવંતિકા સિંઘે આણંદ કલેકટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.આ તબક્કે અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળવા પાત્ર સાચા લાભાર્થીઓને યોજનાના લાભ સમયસર મળી રહેવા જોઈએ.

તેમણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરતા શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓનો તાત્કાલિક સર્વે કરી વાલીઓનો સંપર્ક કરી આવા વિદ્યાર્થીઓનું શાળા છોડવાનું કારણ શોધીને તેમને પરત શાળામાં લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળે અને મધ્યાહન ભોજન યોજનાના લાભો મળી રહે તે જોવા પણ જણાવ્યું હતું.અવંતિકા સિંઘે હાઇસ્કુલના વિદ્યાર્થીઓ ખાસ કરીને દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, ફ્રી બસ પાસ, સ્કૂલમાં ચાલતા વોકેશનલ કોર્સ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાની વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત તેમણે હિટવેવ ની આગાહીને ધ્યાને લઈને આણંદ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્ર અને જનરલ અને સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરી તૈયારીઓ રાખવા પણ જણાવ્યું હતું. આંગણવાડીના ભૂલકાઓને પોષણયુક્ત આહાર મળી રહે ખાસ કરીને પૂર્ણ શક્તિ, માતૃશક્તિ અને બાલ શક્તિનું સમયસર વિતરણ થાય તે જોવા જણાવ્યું હતું.આગામી દિવસોમાં ચોમાસા પહેલા કાંસની સફાઈ થાય અને જિલ્લામાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું આગોતરું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું.

ચોમાસા પહેલા હેન્ડ પંપ રીપેર કરવા અંગેની ફરિયાદો મળે તો તાત્કાલિક હેન્ડપમ્પ રીપેર કરવા પણ જણાવ્યું હતું. જિલ્લાના એલપીજી ગેસ ધારકો જો પીએનજી ગેસ કનેક્શન ધરાવતા હોય તો તાત્કાલિક એલપીજી કનેક્શન જમા કરાવે તે જોવા તેમણે જણાવ્યું હતું.આ ઉપરાંત તેઓ આણંદ જિલ્લાના જન સેવા કેન્દ્ર ખાતે નગરજનોને જરૂરી દાખલાઓ સમયસર મળી રહે અને નગરજનોને જન સેવા કેન્દ્ર ખાતે પીવાના પાણીની, બેસવાની સુવિધા મળી રહે તેનું ધ્યાન રાખવા પણ જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, પેટલાદના મદદનીશ કલેકટર હિરેન બારોટ સહિત પ્રાંત અધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!