આણંદ ના હાડગુડ ગામે યોજાયેલ આઠમા સમૂહ લગ્નમા ૧૨ યુગલોએ નિકાહ પઢી જીવનના નવા અધ્યાય ની શરૂઆત કરી હતી.સાથેજ એસ.કે ટ્રસ્ટ દ્વારા સામાજિ અગ્રણીઓ,સમાજસેવી સંસ્થાઓ ના સેવકો તથા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સહિત શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી જલવંત સફળતા પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓ અને કાયદાશાસ્ત્રમાં પદવી પ્રાપ્ત કરનાર જુનિયર વકીલોને સન્માનિત કરાયા હતા.

આણંદ જિલ્લાના હાડગુડ ગામે એસ.કે.મુસ્લિમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સમૂહલગ્ન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ૧૨ યુગલોએ નિકાહ થકી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

મુસ્લિમ સમાજમાં લગ્નમાં થતા ખોટા ખર્ચા તેમજ કુરિવાજો ને તિલાંજલિ આપવા ના આશય સાથે છેલ્લા સાત વર્ષો થી સતત સમૂહ નિકાહ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.આઠમા સમૂહ લગ્ન કાર્યક્રમ ટાણે નિકાહ ની રસમ અદા કરવા સાથે શિક્ષણમાં ઉચ્ચતમ ટકાવારી સાથે સફળતા પ્રાપ્ત કરનાર તેજસ્વી છાત્રોને મેડલ તેમજ પ્રશષ્તિપત્ર એનાયત કરાયા હતા.

તદ ઉપરાંત હાડગુડ ખાતે ગરીબો ને છેલ્લા ઘણા સમયથી વિના મુલ્યે ભોજન પૂરું પાડનાર “હુસેની ટીફી સેવા”ની કામગીરીને બિરદાવી સંચાલકો ને સન્માનિત કરાયા હતા.આણંદ રેલવે સ્ટેશન ખાતે “ભૂખ્યા ને ભોજન” અંતર્ગત નાત-જાત ધર્મ ના ભેદભાવ વિના દરેક ને ભોજન પીરસનાર માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શકીલ મલેક નું સન્માન કરાયું હતું.

હાડગુડમાં સોશિયલ મીડિયા ક્ષેત્રે સક્રિય અને વાઇફાઇ બચ્ચન ગ્રુપના માધ્યમથી ગ્રામ્ય લેવલે માહિતીની સેવા પૂરી પાડનાર એડમીન નૌશાદ સૈયદ નું બહુમાન કરવામાં આવ્યું હતું.નોંધપાત્ર છે કે હાડગુડ ગામના સરકાર ના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓનું શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.ચાલુ વર્ષે કાયદા શાસ્ત્રમાં પદવી પ્રાપ્ત કરનાર જુનિયર વકીલો ને પણ આ તકે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.વધુમાં સામાજિક તેમજ પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર પત્રકાર અમજદ સૈયદ નું પણ મેડલ અર્પણ કરી શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા ઇશાકભાઈ શેખે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે માં ની ગોદ થી લઈ ને કબર ની આગોશ સુધી તાલીમ પ્રાપ્ત કરવી જોઈએ,નિકાહ સુન્નત પ્રમાણે કરવું જોઈએ,સમૂહ લગ્નોત્સવ કરતી સંસ્થાઓ ની કામગીરીને બિરદાવી તેમણે મુબારકબાદી પાઠવી હતી.સમૂહ લગ્ન માં ભાગ લેનાર જોડાઓ તેમજ તેમના પરિવારો વચ્ચે આચાર-વિચાર તથા સંબંધો મા સમન્વય કેળવાય અને મહોબ્બત વધુ મજબૂત બને તેવી દુઆઓ ગુજારી હતી.

સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ખલીફા-એ-શૈખુલ ઇસ્લામ મૌલાના સૈયદ પરવેઝ યમની એ કર્યું હતું.એસ.કે.ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહલગ્ન ને સફળતા પૂર્વક પાર પાડવામાં સમસ્ત હાડગુડ ગામ મુસ્લિમ સમાજના નવયુવકો તેમજ ગામમાં વિવિધ પ્રસંગે વારે તહેવારે ખડે પગે સેવાઓ આપનાર નવયુવકો ના અલગ-અલગ ગ્રુપોએ ભારે જહેમત ઉઠાવી હતી.હાડગુડ ખાતે આયોજિત આઠમાં સમૂહ લગ્ન નિમિત્તે ગાંધીનગર મહાનગર પાલિકાના માજી ડેપ્યુટી મેયર યુસુફ પરમાર, ગુજરાત હાઇકોર્ટ ના વરિષ્ઠ એડવોકેટ ગુલરેજ સૈયદ તેમજ એડવોકેટ સલીમ ભાઈ રાણા,સૈયદ રિયાઝ વકીલ,ઉપરાંત એડવોકેટ અસીમ ખેડા વાલા,ફૈથ હોસ્પિટલ આણંદ ના ડોકટર સમીરભાઈ મલેક, પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા ઈશાક ભાઈ શેખ,AMC ના પૂર્વ કોર્પોરેટર શકીલ ભાઈ ઘાંચી,તાલુકા પંચાયત સભ્ય ખલીલ સૈયદ,સામાજિક કાર્યકર સૈયદ અન્નુંબાપુ આમોદવાલા,મતીન ખેડાવાલા,એક્સ આર્મી ઇમરાન ભાઈ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે નોંધનીય છે કે હાડગુડ ગામનું એસ.કે.ગ્રુપ દિની અને દુન્યાવી શૈક્ષણિક જ્ઞાન માટેના આયોજન,સમૂહ લગ્નોનું આયોજન તથા સરકારી સહાય તેમજ અન્ય સરકારી લાભનું માર્ગદર્શન આપવા,તેમજ આર્થિક રીતે પછાત મુસ્લીમ સમાજના જરૂરિયાતમંદ લોકોને સમાજ થકી ડોનેશન દ્રારા સહાય કરવી,મુસ્લીમ સમાજમાં ચાલતા કુરિવાજો, કુટેવો, દુર્વ્યસનો દુર કરવા શિબિરો યોજવી,અને સાંસ્કૃતિક કાર્યકમો યોજવા, કુદરતી આફત સમયે અસરગ્રસ્તોને મદદ કરવી,મુસ્લીમ સમાજમાં શિક્ષણને ઉત્તેજન ને લગતી વિવિધ પ્રવૃતિઓ ના ધ્યેય સાથે સતત આગળ વધી રહ્યું છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,આણંદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









