વાગરા ટાઉન ફીડરમાં આજે વીજકાપ:  લાઈન મેન્ટેનન્સ માટે સવારે 10 થી સાંજે 5 સુધી વીજ કાપ 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા નગરમાં આજે ટાઉન ફીડર વિસ્તારમાં 7 કલાકનો વીજકાપ રહેશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા લાઈન મેન્ટેનન્સ અને સમારકામના કામને કારણે સવારે 10 વાગ્યાથી સાંજે 5વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. વીજ કંપનીના જણાવ્યા અનુસાર, વીજ લાઈનની સુરક્ષા અને સુચારુ કામગીરી માટે આ મેન્ટેનન્સ જરૂરી છે. આ નિર્ધારિત સમયગાળા દરમિયાન ટાઉન ફીડર સાથે જોડાયેલા તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

વીજ પુરવઠો સમયસર પુનઃ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ કામ પૂર્ણ થવામાં ફેરફાર થાય તો સમયગાળામાં થોડો બદલાવ શક્ય છે. નાગરિકોને અગત્યના કામો માટે પૂર્વ તૈયારી રાખવા અને કોઈ પણ કટોકટીમાં વીજ કંપનીના સંબંધિત કાર્યાલય અથવા ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!