વાગરા ની મુલેર ચોકડી પાસે સ્કોર્પિયોની ટકકરે બાઇક ચાલક નું કમકમાટીભર્યુ મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ની મુલેર ચોકડી પાસે સ્કોર્પિયો અને બાઇક સામસામે અથડાતા બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.વાગરા તાલુકાના મુલેર નજીક આવેલ ચોકડી પર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કોર્પિયો ચાલકે બાઇક સવારને અડફેટે લેતા ફંગોળાયેલા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. સૂત્રો થકી પ્રાપ્ય માહિતી અનુસાર સુરેશભાઈ રાવજીભાઈ જાદવ પોતાની સુપર સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈ મુલેર ગામની ONGC કોલોની નજીક આવેલ વસાવા સમાજના સ્મશાનમા સગડી મુકવાનુ કામ કરવા માટે ગયા હતા.કામ પુરૂ કરી મોટર સાયકલની પાછળ અનિલભાઈ દલસુખભાઈ વસાવાને બેસાડી ઘરે પરત આવતા હતા.દરમિયાન મુલેર ગામ પાસે સુરેશભાઈ નરોત્તમભાઈ વસાવાના ઘર નજીક રોડ ક્રોસ કરતી વખતે આમોદ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ સ્કોર્પિયો કારે ટક્કર મારતા બાઇક ચાલક સુરેશભાઈ તથા પાછળ બેસેલ અનિલભાઈ વસાવા ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા.સુરેશ ભાઈ રાવજી ભાઈ જાદવ ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયુ હતું.જ્યારે પાછળ બેસેલ અનિલભાઈ વસાવાને માથામાં તથા બન્ને પગના પંજાના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી.અકસ્માત અંગે મૃતક ના પત્ની પિન્ટુબેન જાદવે વડોદરા જિલ્લાના આજોડ ગામના સ્કોર્પિયો ચાલક અજયભાઈ જયંતીભાઈ પરમાર વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મુલેર ચોકડી પર છાશવારે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા પ્રત્યે પોલીસ ના આંખ આડા કાન…..???

અકસ્માતને પગલે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક લોકો તેમજ પંથકના જાગૃત નાગરિકોએ માર્ગ પર વધતા અકસ્માતોને લઈને ચિંતા વ્યક્ત કરી છે.ઉલ્લેખનીય છે કે આમોદ-દહેજ માર્ગ પર મુલેર ચોકડી નજીક છાશવારે સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા ને લઈ ને વાગરા પોલીસ ની ટ્રાફીક નિયમન ની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.વાગરા પોલીસ ના મુલેર બીટ માં ફરજ બજાવતા જવાનો પોતાની ફરજ પ્રત્યે બેદરકાર અને નિષ્કાળજી દાખવતા હોવાની બુમો પણ ઉઠવા પામી છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!