શહેરમાં શિયાળો મધ્યાહાને પહોંચ્યો છતાં હજી સુધી કડકડતી ઠંડીનો અહેસાસ થતો નથી. નવા વર્ષના પ્રારંભિક દિવસોમાં પણ તાપમાન ૧૩.૨ ડિગ્રીથી નીચે જઈ શક્યું નથી પરિણામે માત્ર વહેલી સવારે અને મોડી સાંજે જ સામાન્ય ઠંડીનો અહેસાસ થાય છે. શનિવારે તાપમાનનો પારો ૧૩.૬ ડિગ્રી રહ્યો છે જે ગઈકાલના ૧૪ ડિગ્રી કરતા ૦.૪ ડિગ્રી ઓછો છે. ગઈ તા. ૬ઠ્ઠીએ તાપમાન ૧૪.૬ ડિગ્રી હતું. જ્યારે તેના આગલા દિવસે તા.૫મી તાપમાન ૧૩.૬ ડિગ્રી અને તા.૪થીએ ૧૩.૨ ડિગ્રી રહ્યું હતું. જે તા.૩જીએ ૧૪.૨ ડિગ્રી હતું. આમ તાપમાનનો પારો ૧૩.૨ ડિગ્રીથી ૧૫ ડિગ્રી આસપાસ ફરતો રહ્યો હતો. પરિણામે ઉતરાયણના પતંગોત્સવમાં પણ કડકડતી ઠંડીના બદલે સામાન્ય ઠંડીનો અહેસાસ થવાની શક્યતા નકારી શકાતી નથી. શિયાળાની ઋતુમાં હાલ માત્ર વહેલી સવારે ધુમ્મસ સહિત ઠંડીનો ચમકારો રહે છે પરંતુ બપોર સુધીમાં ઠંડીનો બિલકુલ અહેસાસ થતો નથી પરંતુ સમી સાંજે ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળે છે બાકી દિવસભર વાતાવરણ ખુશનુમા રહે છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









