કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ઉતરાયણ નિમિત્તે દ્વિચક્રી વાહનોને વિનામૂલ્યે ૩૫૦ ઉપરાંત સેફટી ગાર્ડ લગાડાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કરમસદ-આણંદ મહાનગરપાલિકા એ ઉતરાયણ પર્વ નિમિત્તે અનોખી પહેલ હાથ ધરી હતી.કોર્પોરેશને દ્વિચક્રી વાહનો ની સલામતી અર્થે વિનામૂલ્યે ૩૫૦ ઉપરાંત સેફટી ગાર્ડ લગાડી આપ્યા હતા. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ જિલ્લામાં ઉતરાણના પર્વ નિમિત્તે લોકોને જાગૃત કરવા માટે અને પતંગની દોરીથી ટુ-વ્હીલર લઈને જતા નગરજનોને તકલીફ ન પડે તેમજ નુકસાન ન થાય તે માટે અભિયાન હાથ ધરાયુ હતું.

જે અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાની ઓફિસની બહાર ના મુખ્ય માર્ગ પરથી આવતા જતા દરેક ટુ-વ્હીલરને ઉતરાયણ સેફ્ટીગાર્ડ વિનામૂલ્યે લગાવી આપવામાં આવ્યા હતા.ઉતરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી ટુ-વ્હીલર ઉપર અવર જવર કરતા લોકોને ઘણીવાર પતંગની દોરી ના કારણે નુકસાન થતું હોય છે જે ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે સેફટી ગાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૩૫૦ થી વધુ સેફટી ગાર્ડ ટુ વ્હીલર ઉપર લગાવી આપવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજ ઉપરથી પસાર થતાં લોકોને પતંગની દોરીથી નુકસાન ન થાય તે માટે અગમચેતીના ભાગરૂપે વાયર લગાવવામાં આવ્યા છે, જેથી ઉતરાયણના તહેવાર દરમિયાન કોઈપણ વ્યક્તિને પતંગની દોરીથી જાનહાની ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

નગરજનોને ઉતરાયણના ઉત્સવ દરમિયાન ટુ-વ્હીલર લઈને નીકળે તો સાવચેત રહેવા અથવા સેફટી ગાર્ડ લગાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.મહાનગરપાલિકાના આ અભિયાન સમયે નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણા, એસ.કે ગરવાલ અને સીટી ઇજનેર જીગર પટેલ ખાસ હાજર રહ્યા હતા.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!