ભરૂચ થી વડોદરા નો ખસ્તાહાલ માર્ગ તેમજ ખખડધજ પુલોના સમારકામ મામલે ભરૂચ નાં સામાજિક કાર્યકરે ચીમકી ઉચ્ચારતા ચકચાર વ્યાપી જવા પામી છે. દિન-૧૫ મા રોડ તેમજ પુલો નું સમારકામ ન થાય તો અન્ન-જળ ત્યાગ કરવાની ચીમકી ને પગલે ખળભળાટ મચી ગયો છે.
ભરૂચ થી વડોદરા તરફ જતાં એન એચ-૪૮ પર છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ ખખડધજ બનવા પામ્યાં છે. તેમજ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા પૂલો નુ સમારકામ પણ અત્યંત જરૂરી બન્યુ છે જેને લઇ ને ભરૂચ નાં સામાજિક કાર્યકર અને જાગૃત નાગરીક નિકુંજ ભટ્ટ દ્રારા માર્ગ અને પરિવહન વિભાગ નાં મંત્રી નીતિન ગડકરી ને ઇમેઇલ ના માધ્યમથી પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

જેમાં ભરૂચ થી વડોદરા તરફ જતાં રસ્તા પર મસ મોટા ખાડાઓ નું સામ્રાજ્ય સર્જાયુ છે, તેમજ પુલો બિસ્માર હાલતમાં ફેરવાયા છે જેને કારણે માર્ગ પરિવહન વિભાગ નાં મંત્રી નીતિન ગડકરી ને રજુઆત કરવામાં આવી છે.નિકુંજ ભટ્ટ દ્વારા કરાયેલ રજુઆત માં જણાવ્યા અનુસાર જો રસ્તા નુ તેમજ પુલો નુ સમારકામ દિન-૧૫ માં નહી થાય તો જળ અને અન્ન નો ત્યાગ કરી ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અથવા એન એચ એઆઇ ની ગાંધીનગર સ્થિત કચેરી ખાતે પ્રતીક ઉપવાસ પર ઉતરશે.સામાજિક કાર્યકર દ્વારા નીતિન ગડકરી ને લખાયેલ પત્ર માં જણાવ્યા અનુસાર ભરૂચ થી વડોદરા તરફ જતા રસ્તા ઓ તેમજ ભરૂચ જિલ્લા નાં માંચ ગામ નજીક આવેલ પૂલ તેમજ વડોદરા જિલ્લા નાં પોર નજીક આવેલ પુલ તથા જાંમ્બુવા વિસ્તાર માં આવેલ પુલ અને બામણગામ વિસ્તાર ઉપરાંત એન એચ-૪૮ ના કેટલાંક ભાગો બિસમાર બન્યાં છે. જો ૧૫ દિવસ માં તંત્ર દ્વારા સામારકામ હાથ નહી ધરાય તો પ્રતીક ઉપવાસ પર ઉતરવાની ચિમકી જાગૃત નાગરીક અને સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટ દ્રારા આપવાં માં આવી છે.

જેને પગલે ભરૂચ પંથકમાં સનસનાટી ફેલાઈ જવા પામી છે. ત્યારે તંત્ર આ મુદ્દે પોતાની આળસ ખંખેરશે કે પછી “હોતા હૈ,ચાલતા હૈ” ની નીતિ અખત્યાર કરે છે તે આવનારાં દિવસો માં જોવુ જ રહ્યુ.અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે મુદ્દે નીતિન ગડકરી ને રજુઆત કરનાર ભરૂચ ના નિકુંજ ભટ્ટ ભાજપ ના સક્રિય કાર્યકર હોવાની સત્તાવાર વિગતો સાંપડી છે.તેઓએ અગાઉ નીતિન ગડકરી ના પી.એ તેમજ ભરૂચ-વડોદરા માર્ગ ના પીઆઈઓ એકતાનગર ના સંબંધિત અધિકારી ને અનેક વખત ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હતી.પરંતુ પરિણામ શૂન્ય રહેવા પામ્યું હતું.નોંધનીય છે કે સત્તાધારી પક્ષ પોતાના પક્ષ ના જ સક્રિય કાર્યકરો ની ફરિયાદ પરત્વે આંખ આડા કાન કરતું હોવાનો ગણગણાટ ભરૂચ પંથકમાં સાંભળવા મળી રહ્યો છે.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









