કોલવણાની ઘી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે અનોખી રીતે ઉજવાયો શિક્ષક દિન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કોલવણાની ઘી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે અનોખી રીતે ઉજવાયો શિક્ષક દિન ઉજવાયો હતો.૨૫ વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા.જેમાંથી એક વિદ્યાર્થીએ આચાર્યપદ સંભાળ્યું હતું.શાળા ના વિદ્યાર્થીઓએ જ શાળાની સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી.કોલવણા ખાતે આવેલી ઘી સાર્વજનિક હાઈસ્કૂલમાં ૫ મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનની ઉત્સાહભેર અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓને શિક્ષક તરીકેની જવાબદારી અને શાળા સંચાલનનો વ્યવહારુ અનુભવ મળે તે હેતુથી સમગ્ર દિવસનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાના કુલ ૨૫ વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી.જેમાં એક વિદ્યાર્થીએ આચાર્ય ની ભૂમિકા નિભાવી હતી.જ્યારે ૧ વિદ્યાર્થીએ ક્લાર્ક તેમજ બે વિદ્યાર્થીઓએ પટાવાળાની જવાબદારી સંભાળી શાળાની દૈનિક વ્યવસ્થાને સુપેરે આગળ ધપાવી હતી.વિદ્યાર્થીઓએ માત્ર શિક્ષણકાર્ય જ નહીં, પરંતુ શાળાની સફાઈ, પ્રાર્થના, વર્ગખંડ વ્યવસ્થા સહિતની વિવિધ જવાબદારીઓ પણ ઉત્સાહપૂર્વક સંભાળી હતી. વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ બે સ્ટાફ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં છોકરા અને છોકરીઓ માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી હતી.સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા કુલ પાંચ તાસનું શિક્ષણકાર્ય કરવામાં આવ્યું હતું. શિક્ષક તરીકે વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં કેવી રીતે શિક્ષણ આપ્યું, વિષયની સમજ કેવી રીતે આપી અને વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે સંવાદ કર્યો તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.શિક્ષકની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યનું મૂલ્યાંકન કરવા માટે સ્ટાફમિત્રો માંથી નિર્ણાયક મંડળની રચના કરવામાં આવી હતી. શ્રેષ્ઠ શિક્ષણકાર્ય કરનાર વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ધોરણ ૯ અને ૧૦ માંથી શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને ત્રણ ક્રમ તેમજ ધોરણ ૧૧ અને ૧૨ માંથી પણ ત્રણ ક્રમ આપવામાં આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ શિક્ષક દિનના સમગ્ર આયોજનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહનરૂપે ઇનામ આપવામાં આવ્યા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ,આમોદ 

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!