વાગરા: ડિજિટલ યુગ ન્યૂઝના માલિક સદ્દામ બી. ભટ્ટીના પુત્ર અરહાનનો જન્મદિન, ભટ્ટી પરિવારે પાઠવી લાગણીસભર શુભેચ્છાઓ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડિજિટલ યુગ ન્યૂઝ પેપરના માલિક સદ્દામ બી. ભટ્ટીના વ્હાલસોયા પુત્ર અરહાન સદ્દામ હુસૈન ભટ્ટીનો આજે ૧૦ સપ્ટેમ્બરના રોજ શુભ જન્મદિવસ છે. અરહાનના ૧૨મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ભટ્ટી પરિવાર તેમજ તમામ સ્નેહીજનોમાં ભારે હરખ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ખાસ અને આનંદાયક અવસરે પરિવારજનો દ્વારા અરહાનને ઉત્તરોત્તર પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે દિલથી દુઆઓ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. પરિવારજનોએ પોતાના જીગરજાન અરહાન માટે અલ્લાહતાલા પાસે પ્રાર્થના કરતા જણાવ્યું છે કે, અલ્લાહ તેને હંમેશા તંદુરસ્ત, ખુશહાલ રાખે અને જીવનના દરેક તબક્કે અપાર કામયાબી બક્ષે. અરહાન શિક્ષણના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે, જીવનમાં સતત આગળ વધે અને પોતાના માતા-પિતા તેમજ સમગ્ર ભટ્ટી પરિવારનું નામ રોશન કરે તેવી દિલી દુઆઓ વ્યક્ત કરવામાં આવી છે. આ આવનારું નવું વર્ષ અરહાનના જીવનમાં નવી સિદ્ધિઓ, અણમોલ યાદો અને ખુશીઓની ભેટ લઈને આવે તેવી ભાવસભર મુબારકબાદી પાઠવવામાં આવી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!