દહેજ સ્થિત DIA ખાતે ભરૂચ-વાગરા તેમજ દહેજ વિસ્તારના MAH યુનિટ્સની સલામતી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરાના દહેજ સ્થિત DIA ખાતે ભરૂચ-વાગરા તેમજ દહેજ વિસ્તારના MAH યુનિટ્સની સલામતી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.ભરૂચ અને વાગરા ઇન્ડસ્ટ્રીયલ પોકેટમાં આવેલા મેજર હેઝાર્ડ આઇડેન્ટિફાઇડ (MAH) યુનિટ્સમાં ઇમરજન્સી સમયે જરૂરી સાવચેતીના પગલાંઓ અને સલામતીના નિયમોનું કડક પાલન થાય તે હેતુથી દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. DIA ના ચેરમેન મનીષા.એન. મનાણી તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટર વી. એ. હળવદિયાના સંયુક્ત અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વિસ્તારના ઉદ્યોગકારો સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન અધિકારીઓ દ્વારા ઇમરજન્સી અને સલામતી વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શક નિર્દેશો આપવામાં આવ્યા હતા.ઔદ્યોગિક અકસ્માત કે ઇમરજન્સી સ્થિતિમાં આજુબાજુના અન્ય કારખાનાઓ સાથે પરસ્પર સહયોગ કેળવવા પર ભાર મુકાયો હતો. આ ઉપરાંત, ફેક્ટરીઓની આસપાસ આવેલા ગામોના લોકોને જોખમો અને સલામતી અંગે જાગૃત કરવા માટે વિશેષ અવેરનેસ પ્રોગ્રામ યોજવા માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.

વધુમાં આવનાર આગામી દિવાળીના તહેવારો અને વેકેશનના સમયગાળા દરમિયાન કારખાનાઓમાં સલામતી નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે પૂરતો તાંત્રિક અને સુરક્ષા સ્ટાફ ઉપલબ્ધ રાખવા જણાવાયું હતું. સાથોસાથ ઇમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી કામગીરી કરી શકાય તે માટે સિક્યુરિટી સ્ટાફને યોગ્ય તાલીમ આપવા સૂચના અપાઈ હતી.દિવાળી વેકેશન શરૂ થાય તે પહેલાં તમામ MAH યુનિટ્સને પોતપોતાના પ્લાન્ટમાં સેફ્ટી મોકડ્રિલ યોજવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, આગામી દિવસોમાં વિભાગીય સરકારી તંત્ર દ્વારા પણ વ્યાપક સ્તરે સંયુક્ત મોકડ્રિલ યોજવા અંગે બેઠકમાં વિસ્તૃત આયોજન વિચારવામાં આવ્યું હતું.બેઠકમાં ભરૂચ અને વાગરા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટના વિવિધ MAH એકમોના પ્રતિનિધિઓ તથા ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!