આમોદ તાલુકા ના આછોદ ગામની સીમમાં જગટુ રમતા ૧૨ જુગારીઓ ને અઢી લાખના મુદ્દામાલ સાથે આમોદ પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.ભરૂચ જિલ્લા મા ચાલી રહેલ પ્રોહિબિશન તેમજ જુગારની અસામાજીક પ્રવૃત્તી અટકાવવા માટે ઉપલા સ્તરે થી અપાયેલ સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરીના માર્ગદર્શન મુજબ આમોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.કરમટીયા અને પોલીસ ટીમ ના માણસો પંથકમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા માટે સતત પ્રયત્ન કરી રહયા હતા.દરમિયાન આમોદ ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.કરમટિયા ને બાતમી મળી હતી કે, આછોદ ગામની સીમમા ઘોર તળાવડી વાળા વિસ્તારમાં માઇનોર કેનાલ પાસે આવેલ ઇબ્રાહીમ શબ્બીર ચાસ રહે.આછોદ તા.આમોદ ની માલીકીના આંબા વાળા ખેતરમાં ઇકબાલ અહેમદ બીરબલ નાઓ પત્તા-પાના વડે પૈસાથી પોતાના અંગત ફાયદા માટે હારજીતનો જુગાર રમાડવાની પ્રવૃતી ચલાવે છે.જે બાતમી ને આધારે પોલીસ ટીમ ના જવાનો હે.કરણસિંહ,કેતનભાઇ,અંબારામભાઇ,વિજય કરશનભાઇ,દિવ્યરાજસિંહ તેમજ પો.કો મુકેશભાઇ,જીગરકુમાર ,મહાવીરસિંહ અને સાવનભાઇ તેમજ યશપાલભાઈ તાબડતોબ ટ્રેકટર લઇ ટ્રોલી માં સવાર થઈ ખેડૂત નો વેશ ધારણ કરી છાપો મારતા ખેતરમાં જુગાર રમી રહેલ ૧૨ જુગારીયાઓ ઇકબાલ અહેમદ અલી જેકા (બીરબલ) રહે. મોટી મસ્જીદ પાસે આછોદ,યાશીન ઇબ્રાહીમ આદમ શીકારી પટેલ રહે.હિંગલોટગામ, પાવલી ફળીયુ જી.ભરૂચ,જાવીદ અબ્દુલ્લા યાકુબ ભીખા રહે-આછોદ એપ્રોચરોડ,દિલાવર ઇબ્રાહીમ મુસા કાળા રહે-આછોદ,મુબારક અબ્દુલ્લા યુસુફ રખડા રહે-આછોદ,સકિલ અહેઅમદ ઉંમરજી દાજી વો.પટેલ રહે-આછોદ,હિફજુલ રહેમાન યાકુબ કાબીલ રહે-આછોદ,યાકુબ ઉર્ફે બાજી અહમદ મહમદ કાપડીયા રહે-આછોદ તેમજ આરીફ હશનભાઇ વલી ઘરડા રહે-દેવલા, ઘરડા ખડકી તા.જંબુસર અને દિલાવર મુસાભાઇ વલ્લી વાડીવાલા રહે-હિગલોટ ભરૂચ ઉપરાંત ફિરોજભાઇ અહમદ આદમ લખોટી રહે-આછોદ ગામ મચ્છાસરા રોડ, સરફરાજ ઇબ્રાહીમ આદમ પટેલ રહે-હિંગલોટ જી.ભરૂચ ને ઝડપી પાડી જુગારના અંગઝડતીના રોકડા રૂ.૪૦,૮૦૦/- અને દાવ ઉપરના રોકડા.રૂ.૧૭,૨૪૦/- તથા ૧૧ મોબાઇલ કિ.રૂ.૯૧,૦૦૦/-અને બે મોટર સાઇકલ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી ને કુલ રૂ.૨,૪૯,૦૪૦ /- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આમોદ પોલીસ જુગારધામ પર ટ્રેકટર લઇ ને ખેડૂત બની ત્રાટકી હતી અને જુગારીઓ ને તે જ ટ્રેકટર માં બેસાડી જાન ને તે ટ્રેકટર મારફતે જ પોલીસ મથક તરફ રવાના કરાઈ હતી.પકડાયેલા જુગારીઓ વિરુદ્ધ આમોદ પોલીસ દ્વારા જુગારધારા ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









