વાગરા ના વીંછીયાદ ગામેં ગાંડા બાવાનો પાંચમો ઉર્ષ સૈયદ આમીર બાવા સહિત સાદાતે કિરામ ની હાજરીમા ઉજવાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ના વીંછીયાદ ગામે આવેલ ગાંડા બાવા ની દરગાહ પર પાંચમો ઉર્સ યોજાયો હતો.સૈયદ સાદાતો સહિત વીંછીયાદ, કોલવણા અને દુરદુર થી અનેક ગામના લોકો એ હાજરી આપી ઉર્ષ ની ઉજવણી કરી હતી.

વાગરા ના વીંછીયાદ ગામના કબ્રસ્તાનમાં હજરત સૈયદ મહંમદ સઈદ ઉર્ફે ગાંડા બાવા ની દરગાહ આવેલી છે.ગાંડા બાવા ની અનેક કરામતો થી તેમને ચાહવા વાળા સુપેરે વાકેફ હતા.તેમનો પાંચમો ઉર્સ ઉત્સાહભેર તેમના મજાર ખાતે યોજવામાં આવ્યો હતો. કોલવણા ગામના મહંમદ ગડીમલ ના ખેતર થી તેમનો સંદલ કાઢવામાં આવ્યો હતો.ઉર્સમાં ગાંડા બાવના પીરો મુર્શદ હજરત હસનશાહ કાદરી ઉર્ફે બચુ બાવા ના પોત્રા સૈયદ આમીર બાવા કર્ણાટક ના ગુલબર્ગા શરીફ થી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અને તેમની સદારતમાં સંદલ ની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.આ પ્રસંગે તેમના દીકરાઓ જોન્ટીબાવા અને સોયબ બાવા,ગાદી નશીન તોકીર બાવા, મુશિર બાવા,હુસેન બાવા,સમશાદબાવા, કાદર બાવા સહિત ના સૈયદ સાદાતો એ હાજરી આપી હતી.ઉર્સ ના મોકા પર દિવસ દરમિયાન વડોદરા ના નાસીરભાઈ તરફથી બટાકા પુરીની ન્યાઝ નું અવિરત વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે હાજર રહેલા અકીદત મંદ લોકો ને સાંજના સમયે ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી.ઉર્સ શરીફ માં ગાંડા બાવા ને ચાહવાવાળા સેંકડો લોકો એ દૂર દૂર થી ઉપસ્થિત રહી દુવાઓ માંગી મનોકામનાઓ પૂર્ણ કરવા સાથે ખુશી પ્રગટ કરી હતી.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!