વિલાયત :: નાચવા બાબતે પત્નીના ઠપકાથી લાગી આવતા શ્રમિકનું ઝાડની ડાળી સાથે ગળેફાંસો ખાઈ આપઘાત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિલાયત એલ એન્ડ ટી કોલોનીમાં પત્નીના ઠપકાથી લાગી આવતા ૨૬ વર્ષીય શ્રમિકે ઝાડની ડાળી સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.વિશ્વકર્મા જયંતીની રાત્રે અન્ય શ્રમિકો સાથે નાચવા બાબતે પત્નીએ ઠપકો આપ્યો હોવાની વિગતોવસપાટી પર આવી છે.વાગરા પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વાગરા તાલુકાના વિલાયત ગામે આવેલી L&T કોલોનીમાં કરૂણ બનાવ નોંધાયો છે.અન્ય શ્રમિકો સાથે નાચવા બાબતે પત્નીએ ઠપકો આપ્યા બાદ ૨૬ વર્ષીય શ્રમિકે કોલોનીની પાછળના ભાગે ઝાડની ડાળી સાથે ગમછા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ છત્તીસગઢના કવર્ધા જિલ્લાના નવાપારા, થાણા બજાર ચારભાઠા ગામનો અને હાલ વિલાયતની L&T કોલોનીમાં રહેતો લેકુરામ દેરહારામ કૌશીક (ઉંમર ૨૬ વર્ષ), મજૂરી કામ કરતો હતો. વિશ્વકર્મા જયંતીના દિવસે રાત્રિના સમયે તે કોલોનીમાં અન્ય મજૂરો સાથે નાચતો હતો.રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યે રૂમ પર પરત ફર્યા બાદ મોડી રાત સુધી નાચવા બાબતે તેની પત્ની મોહિનીએ તેને ઠપકો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઠપકા ને કારણે લેકુરામને લાગી આવતાં તેણે કોલોનીના પાછળના ભાગે આવેલ કંપાઉન્ડ વોલ પાસે આવેલા ઝાડની ડાળી સાથે ગમછા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.બનાવ અંગે મૃતકની પત્ની મોહિનીએ વાગરા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!