આમોદ તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ ની અનામત યાદી જાહેર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટેની અનામત યાદી જાહેર થતાં જ ગામડાંના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. અનામતની ફાળવણીને પગલે અનેક ગામોમાં સરપંચ પદ માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા સંભવિત ઉમેદવારોના રાજકીય ગણિત બદલાયાં છે.જાહેર થયેલી અનામત યાદી મુજબ અનુસૂચિત જાતિ માટે નાહિયેર અને રોધ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે અનુસૂચિત આદિજાતિ માટે અડવાલા, કરેણા, દોરા, તેગવા, નીણમ અને વાંતરસા ગ્રામ પંચાયતોનો સમાવેશ થયો છે.તેવી જ રીતે અનુસૂચિત આદિજાતિ મહિલા અનામત હેઠળ કાંકરીયા, રાણિપુરા, સોનામા, શ્રી કોઠી, ભીમપુરા, કેસલુ અને દાંડા ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે પુરસા, રનાંડા અને રોજાટંકરિયા ગ્રામ પંચાયતો અનામત રાખવામાં આવી છે. જ્યારે આ વર્ગની મહિલા અનામત હેઠળ બુવા, કોલવણા, મંજોલા અને માતર ગ્રુપનો સમાવેશ કરવામાં આવ્યો છે.બીજી તરફ બિનઅનામત કેટેગરીમાં કેરવાડા, કોબલા, કોઠીવાંતરસા, માંગરોળ, સમની, સરભાણ, સીમરઠા, તણછા, તેલોદ, વાસણા અને વેડચા ગ્રામ પંચાયતોનો સમાવેશ થયો છે.

જ્યારે સામાન્ય મહિલા અનામત હેઠળ કુરચણ, માલકીણપુરા, ઓચ્છણ, આછોદ, અણોર, ચકલાદ, દાદાપોર, દેનવા ગ્રુપ, ધમણાદ, ઈખર અને ઇટોલા ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે અનામત યાદી જાહેર થતાં જ આમોદ તાલુકાનાં વિવિધ ગામોમાં સરપંચ પદ માટે કોણ ઉમેદવારી કરશે તેને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

અત્યાર સુધી ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા કેટલાક સંભવિત ઉમેદવારો માટે અનામતની ફાળવણી નિર્ણાયક બની શકે છે. હવે દરેક ગામમાં અનામત કેટેગરીને અનુરૂપ નવા ચહેરાઓની શોધખોળ અને ચૂંટણીની તૈયારીઓ શરૂ થવાની શક્યતા છે.આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમોદ તાલુકામાં અત્યારથી જ રાજકીય હલચલ તેજ બની છે. હવે જોવાનું એ રહેશે કે અનામતની આ ફાળવણી બાદ ગામેગામ ચૂંટણીનાં સમીકરણો કેવું સ્વરૂપ ધારણ કરે છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!