વાગરાના અંભેલ ગામે ૭૭મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે વન કવચનું લોકાર્પણ, વિવિધ પ્રજાતિનાં ૨૦ હજાર રોપાનું વાવેતર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના અંભેલ ગામે ૭૭મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંભેલ વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રજાતિનાં કુલ ૨૦ હજાર રોપાનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ અંભેલ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે પ્રેરક ઉપસ્થિતિમાં વાગરાના મામલતદાર તથા ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત ગામના તલાટી, શાળાનાં બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.વન મહોત્સવના અવસરે વૃક્ષોના મહત્વ, પર્યાવરણની જાળવણી અને આવનારી પેઢીને સ્વચ્છ તથા હરિયાળું વાતાવરણ પૂરું પાડવાની જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. વૃક્ષો હવામાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવા, જૈવવિવિધતાના સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું યોગ્ય જતન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.

ખાસ કરીને શાળાનાં બાળકોની ઉપસ્થિતિ દ્વારા નવી પેઢીમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને વૃક્ષો ઉછેરવાની ભાવના કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંભેલ વન કવચ અંતર્ગત ૨૦ હજાર રોપાનું વાવેતર ગામની હરિયાળીમાં વધારો કરવાની સાથે પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણારૂપ બની રહેશે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!