આણંદ :: પેટલાદની એસ.એસ. હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓનો નવો કીર્તિમાન,એક જ દિવસમાં ૧૩૫૩ OPD અને ૪૪૭૪ લેબ ટેસ્ટ નોંધાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પેટલાદની શ્રી સયાજી હોસ્પિટલ દ્વારા આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. હોસ્પિટલમાં તા.૫ ઓક્ટોબર ના રોજ એક જ દિવસમાં ૧૩૫૩ ઓપીડી અને ૪૪૭૪ લેબોરેટરી ટેસ્ટ નોંધાયા હતા. હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. કાપડિયાના જણાવ્યા અનુસાર, આ હોસ્પિટલના ઇતિહાસમાં એક દિવસની સૌથી વધુ ઓપીડી અને લેબ ટેસ્ટની નોંધ છે.ત્રણ મહિનાની કામગીરી પર નજર દોડાવવામા આવે તો,જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કુલ ૬૪૯૧૮ દર્દીઓએ ઓપીડીમા સારવાર માટે નોંધણી કરાવી હતી.જ્યારે આઇપીડી સેવા હેઠળ ૧૩૭૦૧ દર્દીઓએ દાખલ થઈ સારવાર મેળવી હતી.૧૨૧૪ દર્દીઓની મેજર શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.તેમજ ૧૨૦૩ દર્દીઓની માઇનર સર્જરી કરવામાં આવી હતી. ગાયનેક વિભાગમાં ૩૫૮ સફળ પ્રસૂતિ નોંધાવવા સાથે કુલ ૬૦૭૯ એક્સ-રે તપાસ કરવામાં આવી હતી.તો બીજી તરફ કુલ ૨૦૭૩ સોનોગ્રાફી તપાસ કરવામાં આવી હતી.નોંધપાત્ર છે કે ત્રણ મહિનામાં કુલ ૨,૪૮,૦૦૧ વિવિધ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આયુષ્માન ભારત યોજના હેઠળ ૧૮૩૩ દર્દીઓને વિનામૂલ્યે સારવાર તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક બોજ વિના આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી આયુષ્માન ભારત યોજના અંતર્ગત હોસ્પિટલ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.છેલ્લા ત્રણ મહિનામાં કુલ ૧૮૩૩ દર્દીઓને રૂ.૧,૮૧,૩૭,૬૨૦ ના ખર્ચે વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવી છે.વિવિધ રોગોની સારવારની સુવિધા ઉપલબ્ધ એસ.એસ. હોસ્પિટલ, પેટલાદ ખાતે દર્દીઓની સુવિધા માટે વિવિધ વિભાગો કાર્યરત છે. જેમાં પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગ, બાળરોગ, માનસિક રોગ, જનરલ સર્જરી, ફિઝિશિયન, આંખના રોગોની સારવાર, ડી.ઇ.આઇ.સી. વિભાગ, દંત વિભાગ, હાડકાંના રોગોની સારવાર તથા ક્લબફૂટની સારવાર સહિતની સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.આણંદ જિલ્લાના નાગરિકો માટે આશીર્વાદરૂપ આરોગ્ય સેવા પેટલાદની એસ.એસ. હોસ્પિટલમાં નોંધાયેલી આ કામગીરી જિલ્લાના નાગરિકોને સરકારી આરોગ્ય સેવાઓનો લાભ પહોંચાડવાના પ્રયાસોને ઉજાગર કરે છે. ઓપીડીથી લઈને સર્જરી, પ્રસૂતિ, નિદાન અને આયુષ્માન ભારત યોજના હેઠળની સારવાર સુધીની સેવાઓ દ્વારા હોસ્પિટલ અનેક દર્દીઓ માટે મહત્ત્વપૂર્ણ આરોગ્ય કેન્દ્ર બની રહી છે.

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!