વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા તેમજ ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ કારકિર્દી માટે યોગ્ય દિશા અને માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી મુસ્લિમ સમાજ સુધારક કમિટી, નાપા દ્વારા ધોરણ ૧૦ (SSC) અને ધોરણ ૧૨ (HSC)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિશેષ ‘શિક્ષિત સમાજ, સમૃદ્ધ સમાજ’ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનારમાં અનુભવી અને નિષ્ણાત વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તકો, કારકિર્દીની પસંદગી, અભ્યાસક્ષેત્રની વિવિધ દિશાઓ તેમજ ભવિષ્યના ઘડતર અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ સેમિનાર નું આયોજન કરાયું છે.જે અંતર્ગતછોકરાઓ માટે તારીખ ૧૧ ઓક્ટોબર ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી સેમિનાર યોજાશે.જ્યારે છોકરીઓ માટે તારીખ ૧૮ ઓક્ટોબર ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી મદ્રસા બચ્ચોકા ઘર, (મદ્રસા હોલ), નાપા તળપદ ખાતે સેમિનાર યોજવામાં આવશે.SSC અને HSCમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આ માર્ગદર્શન સેમિનારનો વધુમાં વધુ લાભ લેવા માટે મુસ્લિમ સમાજ સુધારક કમિટી,નાપા દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે. સેમિનાર બાદ તમામ વિદ્યાર્થીઓ માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.









