આમોદ ખાતે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે રેલી યોજતા પોલીસે આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી હતી.ચૂંટણી પ્રક્રિયા તેમજ મતદાર સંબંધિત મુદ્દાઓમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપોને લઈને આમોદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો આમોદ ચોકડીથી તિલક મેદાન સર્કલ તરફ રેલી સ્વરૂપે નીકળ્યા હતા.રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દ્વારા ચૂંટણી પ્રક્રિયા અંગે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જોકે, રેલી આગળ વધે તે પહેલાં આમોદ પોલીસે દરમિયાનગીરી કરી કેટલાક આગેવાનો અને કાર્યકરોને અટકાવ્યા હતા.

વિરોધ પ્રદર્શનમાં આમોદ તાલુકા કોંગ્રેસના આગેવાન મેહબૂબભાઈ કાકુજી,તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર કાજી,આમોદ-જંબુસર વિધાનસભા કોંગ્રેસ યુથ પ્રમુખ કેતન મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો પણ વિરોધમાં જોડાયા હતા.કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને પગલે આમોદમાં રાજકીય માહોલ ગરમાયો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ ,આમોદ









