કરમસદ-આણંદ મનપા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત પ્રભાત ફેરી યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કરમસદ-આણંદ મનપા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત પ્રભાત ફેરી યોજાઈ હતી. ‘સ્વચ્છતા મારી જવાબદારી’ના સંદેશ સાથે નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ સાર્થક કરવા સ્વચ્છતા હી સેવા અંતર્ગત પ્રભાત ફેરી યોજવામાં આવી હતી.આણંદ મહાનગરને વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના સંકલ્પ સાથે કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.મેયર દીપિકાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રભાત ફેરીનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો તેમજ સ્વચ્છ અને સ્વસ્થ પરિસર જાળવવામાં જનભાગીદારી વધારવાનો હતો.

‘સ્વચ્છતા મારી જવાબદારી’ના પ્રેરણાદાયી સંદેશ સાથે યોજાયેલી પ્રભાત ફેરી મહાનગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ફેરી દરમિયાન સ્વચ્છતાના સંદેશાઓ દ્વારા નાગરિકોને પોતાના ઘર, આસપાસના વિસ્તાર તેમજ જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.આ પ્રસંગે મેયર દીપિકાબેન પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છ અને સુંદર મહાનગરના નિર્માણ માટે માત્ર તંત્રની કામગીરી પૂરતી નથી, પરંતુ નાગરિકોની સક્રિય ભાગીદારી પણ એટલી જ જરૂરી છે.

દરેક નાગરિક સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજીને આગળ આવે તો સ્વચ્છતા અભિયાનને વધુ વ્યાપક અને અસરકારક બનાવી શકાય છે. પ્રભાત ફેરીમાં મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. ગરવાલ, સેનીટેશન કમિટીના ચેરમેન મયૂરભાઈ પટેલ, વિભાકર રાવ, મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા. પ્રભાત ફેરી દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ના સંદેશને લોકો સુધી પહોંચાડવા સાથે સ્વચ્છતા પ્રત્યે સામૂહિક જવાબદારી અને જનભાગીદારીનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ ,આણંદ 

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!