વાગરાના અલાદર ગામે વીજ શોકથી બિહારના યુવાનનું કરુણ મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના અલાદાર ગામેં આવેલ મહાવીર મિનરલ્સ કંપનીની લેબર કોલોનીમાં વીજ ઝાટકા થી બિહારી યુવકનું મોત નીપજ્યું છે. વિજશોકથી યુવકના મોતથી મજૂરોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી હતી.કંપનીની લેબર કોલોનીમાં રહેતા મૂળ બિહારના ૨૯ વર્ષીય મુલાયમ ઓમપ્રકાશ ચૌધરીને ઈલેક્ટ્રિક શોક લાગતા કરુણ મોત નીપજ્યું હતું.

યુવાન શ્રમિકના અકાળે મોતને પગલે કંપનીની સલામતી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે.પ્રાપ્ય માહિતી મુજબ મુલાયમ ચૌધરી રાત્રિના સમયે પોતાના રૂમમાં લોખંડના એંગલ સાથે શાકભાજીની થેલી ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન એંગલ જીવંત વીજ પ્રવાહના સંપર્કમાં આવતા તેને જોરદાર વીજશોક લાગ્યો હતો. ગંભીર હાલતમાં તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વાગરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાની જાણ થતા વાગરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.મજૂરોના જીવ સાથે બેદરકારી દાખનાર એકમ સામે કાર્યવાહી ની માંગ ઉઠી રહી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!