વાગરા ના બદલપુરા ગામે બીમારીથી કંટાળી જંતુનાશક દવા ગટગટાવી આધેડે તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.લાંબા સમયની બીમારીથી કંટાળીને એક આધેડે વિષપાન કરી તળાવમાં ઝંપલાવી પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આપઘાતની સનસનાટીભરી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કુરાલ ગામે પોષ્ટ ઓફિસ વાળા ફળિયામાં રહેતા ૫૧ વર્ષીય નગીનભાઈ પરસોત્તમભાઈ વણકર છેલ્લા ૧૦ વર્ષથી ગંભીર માનસિક બીમારીથી પીડાતા હતા.

અસહ્ય બીમારીથી કંટાળીને તેઓ વાગરા તાલુકાના બદલપુરા ગામે આવેલ બુદ્ધેશ્વર મહાદેવના મંદિર પાસેના તળાવ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રથમ જંતુનાશક દવા ગટગટાવી લીધી હતી. અને ત્યારબાદ તળાવના ઊંડા પાણીમાં જંપલાવ્યું હતું. તળાવના પાણીમાં ડૂબી જવાથી તેમનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે અંજલીબેન ખુશવર્ધનભાઈ જીવણભાઈ મારવાડી દ્વારા વાગરા પોલીસ મથકે જાણ કરવામાં આવતા, વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









