ભરૂચના દયાદરા ગામે જશ્ને ગ્યારવીની ઉજવણીના ભાગરૂપે દયાદરા ગામ ખાતે હઝરત સૈયદ ફરીદબાવાની સદારતમાં ભવ્ય જુલૂસે ગૌસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.જુલૂસનો પ્રારંભ દારૂલ ઉલૂમ નૂરે મોહમ્મદી ખાતેથી થયો હતો. જેમાં દારૂલ ઉલૂમ તેમજ મદ્રેસાના તુલબા ઉપરાંત દયાદરા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.જુલૂસ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી નૂરાની મસ્જિદ ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ નૂરાની મસ્જિદમાં ઉલેમાઓ દ્વારા બયાન કરવામાં આવ્યું હતું. બયાન બાદ ગૌસે પાકના બાલ મુબારકની ઝિયારત કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ અકીદત અને શ્રદ્ધા સાથે ઝિયારતનો લાભ લીધો હતો.કાર્યક્રમના અંતે ખાસ દુઆ તથા સલાતો સલામ પઢવામાં આવ્યા હતા, ત્યારબાદ મસ્જિદ ખાતે જશ્ને ગ્યારવીના કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.આ પ્રસંગે અકુજી કોમ્યુનિટી હોલ ખાતે સર્વે ગ્રામજનો માટે આમ ન્યાઝની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









