ઇખરની મરિયમબેન મેમોરિયલ હાઈસ્કૂલમાં ‘ડિજિટલ અરેસ્ટ સ્કેમ’ અંગે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઇખરની મરિયમબેન મેમોરિયલ હાઈસ્કૂલમાં ‘ડિજિટલ અરેસ્ટ સ્કેમ’ અંગે કાયદાકીય જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. આમોદના ઇખર ની મરિયમબેન મેમોરિયલ હાઈસ્કૂલ ખાતે લીગલ લિટરસી ક્લબ તથા રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં કાયદાકીય તથા સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવાના હેતુથી ‘Digital Arrest Scam’ વિષય પર કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ હતી.શિબિરમાં વિદ્યાર્થીઓને ડિજિટલ અરેસ્ટના નામે થતી સાયબર છેતરપિંડી, બનાવટી પોલીસ અધિકારી કે અન્ય સરકારી અધિકારી બનીને કરવામાં આવતી ધમકીઓ તેમજ આવી પરિસ્થિતિમાં રાખવાની જરૂરી સાવચેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાયબર છેતરપિંડીનો ભોગ બનતા બચવા માટે અજાણ્યા વ્યક્તિને ઓટીપી,બેંક વિગતો કે અન્ય સંવેદનશીલ માહિતી ન આપવી તેમજ કોઈપણ પ્રકારની ઓનલાઈન ધમકીથી ગભરાઈને નાણાં ટ્રાન્સફર ન કરવા અંગે વિદ્યાર્થીઓને વિશેષ સમજ આપવામાં આવી હતી. સાથે જ સાયબર છેતરપિંડી બને તો તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવા અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

આ જાગૃતિ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ સાથે સાયબર ગુનાઓ સામે સાવચેતી અને સતર્કતા કેળવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે સાંપ્રત સમયમાં સાયબર ગઠિયાઓ ભણેલા ગણેલા લોકોને પોતાનો શિકાર બનાવી રહયા છે,ત્યારે આવી શિબિરોનું દરેક શાળાઓમાં આયોજન થાય તે સમયની તાતી જરૂરિયાત છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!