આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેડક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.શિબિર દરમિયાન આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.જોકે, ઉપસ્થિતિ દરમિયાન ધારાસભ્ય ડી. કે. સ્વામીએ પોતે રક્તદાન કરવાથી દૂર રહયા હોવાનું જાણવા મળ્યું છે.

રક્તદાન શિબિર દરમિયાન રેડક્રોસ બ્લડ બેન્કની તબીબી ટીમ દ્વારા રક્તદાતાઓની જરૂરી આરોગ્ય ચકાસણી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.શિબિરનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાનો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ,આમોદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









