ભરૂચ જિલ્લા લઘુમતી મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા મારું યોગદાન’ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા લઘુમતી મોરચા દ્વારા ભરૂચ દૂધધારા ડેરી ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પમાં લઘુમતી સમાજના આશરે ૭૦ જેટલા નવયુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સેગવા, ઇખર, જંબુસર, ભરૂચ શહેર તેમજ સીતપોણ તથા નબીપુર સહિતના વિસ્તારોમાંથી લોકો ઉપસ્થિત રહી રક્તદાનમાં સહભાગી બન્યા હતા.

કેમ્પ દરમિયાન સંયોજક પ્રકાશભાઈ દેસાઈ,ભરૂચ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ સાદીક નાથા સહિત જિલ્લા તથા તાલુકા ટીમના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સમગ્ર આયોજનમાં સહયોગ આપ્યો હતો.રક્તદાન કેમ્પ દ્વારા ‘રક્તદાન મહાદાન’ના સંદેશ સાથે સમાજસેવા અને માનવતાની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









