વડનગરથી વારાણસી સુધીની ‘સેવા સંકલ્પ અભિયાન’ બાઈક યાત્રાનું આમોદમાં આગમન થયું હતું.આમોદમાં બાબાસાહેબ આંબેડકર અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વડનગરથી વારાણસી સુધી નીકળેલી બાઈક યાત્રા શનિવારે આમોદ શહેરમાં આવી પહોંચી હતી. યાત્રાનું આમોદ ખાતે કાર્યકરો અને આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

બાઈક યાત્રા એપ્પલ હોટેલથી પ્રસ્થાન કરી ભીમપુરા થઈ આમોદ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નાહિયેર ખાતે પહોંચી હતી. દરમિયાન બાઈક રેલીમાં જોડાયેલા કાર્યકરોએ આમોદ ખાતે આવેલી ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર તથા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ત્યારબાદ નાહિયેર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી સહિત ઉપસ્થિત મહેમાનો દ્વારા ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સેવા અંગેનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ‘સેવા સંકલ્પ અભિયાન’ની બાઈક યાત્રા ભરૂચ તરફ આગળ વધી હતી. યાત્રામાં ગુજરાત વિધાનસભાના દંડક વિજયભાઈ, આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
ડિજિટલ યુગ ન્યૂઝ, આમોદ -જંબુસર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








