જંબુસર–દેવલા માર્ગ પર ઇકો કારનું અચાનક ટાયર ફાટતાં વાહન પલટી ખાઈ જવાની ઘટના બની હતી. અકસ્માતને પગલે સ્થળ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી અને ઇકો કારમાં સવાર તમામ મુસાફરોનો સલામત બચાવ થયો હતો.ઇકો કાર માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેનું ટાયર ફાટતાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર રસ્તા પર પલટી ગઈ હતી. કાર પલટી જતાં તેમાં સવાર મુસાફરો અંદર ફસાઈ ગયા હતા.

અકસ્મિક ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સ્થાનિકોએ સમયસૂચકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં ભારે જહેમત બાદ વાહનમાં ફસાયેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.સ્થાનિકોની તાત્કાલિક મદદ અને સમયસરની કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી. ગંભીર અકસ્માત હોવા છતાં તમામ મુસાફરોનો હેમખેમ બચાવ થતાં પરિવારજનો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.અકસ્મતમાં વાહનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
ડિજિટલ યુગ ન્યૂઝ,જંબુસર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








