ભરૂચના ૮ રમતવીરોને ગાંધીનગર ના મહાત્મા મંદિર ખાતે યોજાયેલ કાર્યક રાજ્ય સરકાર દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરાયા હતા.પિસ્તોલ અને શૉટગન માં વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમા, રાઇફલ શૂટિંગમાં ખુશી ચુડાસમા અને ધનવીર રાઠોડ સહિત આઠ ખેલાડીઓએ ભરૂચનું નામ રોશન કર્યું છે.કરાટેમાં મકવાણા ધ્વનિ,કબડ્ડીમાં ભીલ અનિશભાઈ અને ચેસમાં વરસાડા વેદાંતને પણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના પ્રતિભાશાળી રમતવીરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજ્યના કુલ ૭૯૯ રમતવીરોને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ગૌરવપૂર્ણ સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભરૂચ જિલ્લાના વિવિધ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૮ જેટલા રમતવીરોને પણ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.પિસ્તોલ અને શોટગન રમત માટે વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમા, રાઇફલ શૂટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ખુશી ચુડાસમા અને ધનવીર રાઠોડને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાઇફલ શૂટિંગ જેવી એકાગ્રતા, ચોકસાઈ અને સતત મહેનત માગતી રમતમાં બંને ખેલાડીઓએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર સિદ્ધિમાં ભરૂચ રાઇફલ શૂટિંગ એકેડેમીના ચેરમેન તથા વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના સહયોગ તેમજ કોચ મિત્તલબેનના માર્ગદર્શનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. સાથે જ ભરૂચ જિલ્લાના રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ દ્વારા જિલ્લાના રમતવીરોને સતત પ્રોત્સાહન અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.ભરૂચના અન્ય રમતવીરોમાં પિસ્ટલ/શોટગન શૂટિંગમાં ચુડાસમા વંદનાબા રાજેન્દ્રસિંહને જયદીપસિંહજી સિનિયર એવોર્ડ, તાઈક્વોન્ડોમાં યાજ્ઞિક ભાગ્યલક્ષ્મી તુષાર અને યાજ્ઞિક તપસ્વિની તુષારને જયદીપસિંહજી સિનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.જ્યારે કરાટેમાં મકવાણા ધ્વનિ કલ્પેશને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ તેમજ સરદાર પટેલ જુનિયર એવોર્ડ, કબડ્ડીમાં ભીલ અનિશભાઈ જામળીયાભાઈને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ અને ચેસમાં વરસાડા વેદાંત રૂપેશભાઈને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તમામ રમતવીરોને મળેલું સન્માન માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. તેમની આ સફળતા જિલ્લાના અન્ય યુવા રમતવીરોને પણ રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપશે.ભરૂચના એવોર્ડ વિજેતા રમતવીરોને મળેલા સન્માન બદલ તેમના પરિવારજનો, કોચ, રમતગમત સંસ્થાઓ, રમતપ્રેમીઓ અને સમગ્ર ભરૂચ જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. સાથે જ તમામ રમતવીરોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









