જંબુસર એસટી ડેપોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.ડેપોમાં બસ આવતાની સાથે જ જગ્યા મેળવવા માટે મુસાફરો ધક્કામુક્કી કરી રહયા છે તો કેટલાક મુસાફરો અને વિદ્યાર્થીઓ જગ્યા મેળવવાં માટે ચાલુ બસની બારીમાંથી લટકતા પણ નજરે પડી રહયા છે. જંબુસર એસટી ડેપોમાં બસ આવતાની સાથે જ મુસાફરો અને વિદ્યાર્થીઓની ભારે ભીડ ઉમટી પડતી હોવાના દૃશ્યો સામે આવ્યા છે. બસમાં જગ્યા મેળવવા માટે મુસાફરો વચ્ચે પડાપડી અને ધક્કામુક્કી થતી જોવા મળે છે. હદ તો ત્યારે થાય છે જ્યારે કેટલાક મુસાફરો અને વિદ્યાર્થીઓ ચાલુ બસની બારી પર લટકીને સીટ પર રૂમાલ કે ચીજવસ્તુઓ ની બેગ મૂકીને જગ્યા રોકતા નજરે પડી રહયા છે.બસમાં પૂરતી જગ્યા ન હોવા છતાં મુસાફરો દ્વારા જોખમ ખેડીને ઉભા રહીને મુસાફરી કરવી પડે છે.ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હોવાથી સ્કૂલ કે કોલેજ છૂટવાના સમયે પૂરતી બસ સેવા ઉપલબ્ધ ન હોય તો અકસ્માતની શક્યતા નકારી શકાય તેમ નથી.અત્રે સવાલ એ ઉપસ્થિત થાય છે કે, મુસાફરોના જીવ જોખમમાં મૂકાય તેવી સ્થિતિ ઊભી થાય ત્યાં સુધી એસટી તંત્ર રાહ શા માટે જુએ છે…???મુસાફરોની સંખ્યા અને રૂટની જરૂરિયાતને ધ્યાનમાં રાખી જંબુસર ડેપો દ્વારા પીક અવર્સ દરમિયાન વધારાની બસો દોડાવવામાં આવે,બસોની ફ્રિક્વન્સી વધારવામાં આવે તેમજ બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો સવાર ન થાય તે માટે યોગ્ય દેખરેખ રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.મુસાફરો અને વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું જોખમ ન સર્જાય અને તેમને સલામત, સુવિધાજનક તથા પૂરતી એસટી બસની સુવિધા સાથે સેવા મળી રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મુસાફર આલમ માંથી ઉઠવા પામી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,જંબુસર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









