ભરૂચ જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઝઘડીયા ખાતે કરાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઝઘડીયા ખાતે કરાશે.ઝઘડિયા ની સેન્ટ ઝેવિર્યસ હાઈસ્કૂલના મિશન ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ઉજવણી કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહેશે.નિવાસી અધિક કલેક્ટર આર. બી. ભોગાયતાએ રિહર્સલનું નિરીક્ષણ કરી લગત વિભાગોને જરૂરી સૂચનો આપ્યા હતા. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર અને તબીબી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા તેમજ ભરૂચ જિલ્લાના પ્રભારીમંત્રી ની ઉપસ્થિતિમાં યોજાનાર ઉજવણીને અનુલક્ષીને નિવાસી અધિક કલેક્ટર આર. બી. ભોગાયતાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું.

રિહર્સલ દરમિયાન ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના આગમન સહિતની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને કાર્યક્રમની તમામ તૈયારીઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી.ઉપરાંત ઝઘડીયા તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટરે કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી સંબંધિત વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ સુચારુ, ભવ્ય અને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.આ પ્રસંગે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક અજય મિણા, ઝઘડીયા પ્રાંત અધિકારી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ,ઝઘડિયા

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!