સૈયદ સમાજ તેમજ તાજીયા વિશે અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરનાર મૌલાના અબ્દુલસત્તાર “હમદાણી” ની ધરપકડ…!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સૈયદ સમાજ તેમજ તાજીયા વિશે અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરનાર મૌલાના અબ્દુલસત્તાર હમદાણી ની પોરબંદર પોલીસે ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.તકરીરના એક જાહેર કાર્યક્રમમાં પ્રવચન આપી સોશ્યલ મીડીયામાં ફેલાવો કરનાર મૌલવી સામે પોરબંદર ના કીર્તિમંદિર પોલીસ મથકે ધાર્મિક લાગણી દુભાવવા ઉપરાંત મુસ્લીમ સમુદાય વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તેવા કૃત્યો કરવા સબબ ફરિયાદ નોંધાઇ હતી.ગત તા.૨૦ જુલાઈ ના રોજ પોરબંદર શહેરના તાજુસરીયા હોલ (જમાત ખાના) ખાતે હૈદરી યંગ કમીટી દ્રારા એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં માઇક ઉપર સૈયદ જમાતને ટાર્ગેટ કરી સૈયદ જમાત વિશે તથા તાજીયા વિશે અભદ્ર તેમજ અપમાનજનક શબ્દો બોલી સૈયદ સમાજની તથા સૈયદ અને તાજીયાને માનનારાઓની ધાર્મીક લાગણી દુભાવવા સહિત મુસ્લીમ સમુદાય વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તેવો દ્વેશભાવ રાખી ઈરાદાપુર્વક ઉશ્કેરણી જનક પ્રવચન આપનાર પોરબંદર ના નગીના મસ્જીદની બાજુમાં આવેલ એસ.વી.પી.રોડ પર રહેતા અબ્દુલ સતાર હામદાણી ઉર્ફે સતાર મૌલાના વિરૂધ્ધ કીર્તિમંદીર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૯૬(૧)(એ)(બી), ૨૯૯, ૩૫૨ મુજબનો ગુન્હો નોંધાયો હતો.ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ હનુમાન ગુફા પોલીસ ચોકીના પો.સબ ઇન્સ. યુ.જે.રાણા તથા સ્ટાફના માણસો દ્વારા આરોપી અબ્દુલ સતાર અબ્દુલહબીબ હામદાણી ઉર્ફે સતાર મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે અબ્દુલસત્તાર હમદાણી ઉર્ફે મોલાના સત્તાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે મોલાના હમદાણી દ્વારા તકરીરમા કરાયેલ અપમાનજનક ટિપ્પણી ને પગલે ગુજરાતભરના સૈયદ સાદાત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!