વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનની મિનલ સ્પેશ્યાલીસ્ટ કંપનીમાં કામ કરતા મજૂરનું ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું છે.બનાવ અંગે મળતી માહિતી મુજબ મૂળ બિહાર રાજ્યના અને હાલ સાયખા GIDC ની મિનલ સ્પેશ્યાલીસ્ટ કંપની રહેતા અને કંપનિમા જ ફિટર તરીકે કામ કરતા ગોવિન્દકુમાર અમિકા રાય ઉ.વ.૨૨ ગતરોજ મિનલ સ્પેશ્યાલીસ્ટ કંપનીના એસ.એલ પ્લાન્ટના ચોથા માળે અન્ય મજુરો સાથે લોખંડની કોલમની પાઈપના બોલ્ટ ફીટ કરવાનુ કામ કરતો હતો.દરમિયાન સાંજના આશરે સાડા છ વાગ્યે તેનો પગ લપસી જતા ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્ત ગોવિંદ કુમારને પ્રથમ સારવાર વાગરા સરકારી દવાખાને કરાવી વધુ સારવાર માટે એપેક્ષ હોસ્પીટલ ભરૂચ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમ્યાન મોત થવા પામ્યું હતું.બનાવ અંગે સાયખાની ફાઈન્ટ બેલ્ટ કંપનીમાં કામ કરતા સુનિલકુમાર અમિકા રાય દ્વાર વાગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનિય છે કે કંપની દ્વારા સુરક્ષા ઉપકરણો ને કોરાણે મૂકીને શ્રમિકો પાસે કામ કરાવવામાં આવતું હોવાની ચર્ચાઓએ પંથકમાં જોર પકડ્યું છે.ત્યારે ફાયર એન્ડ સેફટી વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ શ્રમિક વર્ગમાંથી ઉઠવા પામી છે.
DIGITAL YUG NEWS, VAGRA
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









