વાગરા તાલુકાના કલમ ગામેં પત્ની અને બહેન વચ્ચે થયેલ સામાન્ય ઝઘડામાં બહેનનું ઉપરાણું લઈ પત્નીને માર મારનાર પતિ તેમજ નણંદ વિરુદ્ધ વહુએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વાગરા પોલીસ સૂત્રો થકી પ્રાપ્ય માહિતી અનુસાર વાગરાના કલમ ગામે મંદિર ફળિયામાં રહેતા તનુબેન પ્રવિણભાઇ રાઠોડ ને તેમના નણંદ ટીનીબેન પુનાભાઈ રાઠોડ સાથે ગતરોજ સવારના સુમારે કોઈક અગમ્ય કારણોસર બોલાચાલી થતા પ્રવીણભાઈ રાઠોડે પોતાની બહેનનું પક્ષ લઈ પત્ની તનુબેનની સાથે ઝઘડો કરી ડાબા પગે લાકડાના સપાટા વડે માર માર્યો હતો.મૂઢમાર લાગતા તનુબેન તેમના ભાઈ આર્યન સાથે મોટર સાયકલ પર વાગરા મેડીકલ સ્ટોર ખાતે દવા લેવા ગયા હતા.ત્યાંથી તેઓ બપોરના આશરે અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે પરત આવ્યા હતા.જ્યા પતિ તેમના પત્ની સાથે સાથે કોઈ વાતચીત કરતા ન હોય પત્ની તનુબેને પ્રવીણભાઈ ને સમજાવવાનો પ્રયાસ કરતા તે સમયે ટીનીબેને અગાઉ થયેલ ઝઘડાની રીસ રાખી ફરીથી તેમના ભાભી તનુબેનને ગમે તેમ ગાળો બોલી તેણીને માર મારવા માટે પોતાના ભાઈ પ્રવિણભાઈની ઉશ્કેરણી કરી હતી.જેથી આવેશમાં આવી પ્રવીણભાઈએ નજીકમાં પડેલ લાકડાનો સપાટો લઈ તેમના પત્નીને માથાના ભાગે ફટકારી દેતા તનુબેન જમીન પર નીચે પડી ગયા હતા.ત્યારે પ્રવીણ રાઠોડે તનુબેનને લાકડાનો સપાટા પગના ભાગે મારવા લાગેલ જેથી તનુબેને સ્વ બચાવમાં હાથ આડા કરતા તેમને ડાબા હાથે કોણી તથા પોંચાના ભાગે તથા જમણા હાથે કોણીથી નીચેના ભાગે મુંઢ ઈજાઓ પહોંચી હતી.વધુમા તેણીને જમણા પગે ઘુંટણથી નીચેના ભાગે મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા તનુબેને પતિ તેમજ નણંદ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૩૫૧(૩), ૩૫૨,૩(૫) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









