વેસદડા નજીક ભરૂચ-દહેજ માર્ગ પર દોડતી ટ્રકમાં એકાએક આગ ફાટી નિકળતા અફરાતફરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વેસદડા નજીક ભરૂચ-દહેજ માર્ગ પર દોડતી ટ્રકમાં એકાએક આગ ફાટી નિકળતા અફરાતફરી સર્જાઈ હતી.જો કે ટ્રક મા સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો.ભરૂચ-દહેજ માર્ગ પર આવેલા વેસદડા ગામ નજીક રાતના શુમારે દોડતી ટ્રકની કેબિનમાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઊઠતાં ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.કેબિનમાંથી આગની જ્વાળાઓ ઉઠતાં આસપાસથી પસાર થતા વાહનચાલકોમાં પણ દહેશત પ્રવતી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે મદદે દોડી આવ્યા હતા.આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હાથ ધરવામાં આવી છે. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ સાંપડયા નથી.ટ્રકને વ્યાપક નુકશાન પહોંચ્યું હોવાની માહિતી સામે આવી છે.ટ્રકમાં આગ લાગતાં ભરૂચ-દહેજ માર્ગ પર થડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ માર્ગ પરનો ટ્રાફિક ફરી સામાન્ય થયો હતો.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!