વાગરા તાલુકા કક્ષાના ૭૦ મા અખિલ ભારતીય શાળા રમતોત્સવ અંતર્ગત સંભેટી ગામે ખોખો સ્પર્ધા યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સંભેટી ગામે ૭૦મા અખિલ ભારતીય શાળા રમતોત્સવ અંતર્ગત વાગરા તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધાનું આયોજન સંભેટી સ્થિત આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં વાગરા તાલુકાની વિવિધ શાળાઓમાંથી કુલ ૧૭ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અંડર-૧૪ અને અંડર-૧૭ વયજૂથના ભાઈઓ તથા બહેનો વચ્ચે ખોખોની સ્પર્ધાઓ યોજાઈ હતી.સ્પર્ધાનું ઉદ્ઘાટન આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલના આચાર્ય ગણેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રમતગમત માત્ર જીત-હાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે શિસ્ત, અનુશાસન, નેતૃત્વ, ટીમભાવના અને મક્કમ મનોબળ જેવા ગુણોના વિકાસનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે તમામ રમતવીરોને રમતિયાળ ભાવના સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.સ્પર્ધાના પરિણામ મુજબ અંડર-૧૪ ભાઈઓ અને બહેનો વિભાગમાં પ્રાથમિક મિશ્ર શાળા, ગોલાદરાએ વિજેતા બનવાનો ગૌરવ મેળવ્યો હતો. જ્યારે અંડર-૧૭ ભાઈઓ અને બહેનો વિભાગમાં શ્રી પી. જે. છેડા જનતા વિદ્યાલય, દહેજની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને વિજયપતાકા લહેરાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલના સંચાલક મંડળ, પી.ટી. શિક્ષક ઉમેશભાઈ પરમાર તથા વાગરા તાલુકાના રમતગમત સંયોજક મયુરસિંહ ના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો, રમતવીરો અને ઉપસ્થિત મહાનુભાવોએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

Loading Viewer...

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!