વાગરા ના સાયખા GIDCની UC Colours & Intermediates માથી શંકાસ્પદ ધુમાડાના ગોટે ગોટા નીકળતા સ્થાનિકોમાં ફેલાયો ભય

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ના સાયખા GIDCની UC Colours Intermediates માથી શંકાસ્પદ ધુમાડાના ગોટે ગોટા નીકળતા સ્થાનિક લોકોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે.વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી UC Colours & Intermediates Pvt. Ltd. કંપની ફરી એકવાર પ્રદૂષણના ગંભીર આરોપોને લઈને ચર્ચાનું કેન્દ્રબિંદુ બની છે.યુનિટમાંથી અચાનક ઘાટા અને શંકાસ્પદ ધુમાડાના ગોટેગોટા બહાર આવતા સમગ્ર પંથકમાં દુર્ગંધ પ્રસરી જવા પામી હતી. ધુમાડો એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની આંખોમાં બળતરા શરૂ થઈ ગઈ હોવાની ફરિયાદો સપાટી પર આવી છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ઉઠી છે કે કંપનીમાં કોઈ દુર્ઘટના સર્જાઇ હતી કે પછી કોઈ જોખમી કેમિકલ રિએક્શન થયું હતું.

જોકે, વાસ્તવમાં શું બન્યું તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થવા પામી નથી.હાલ તો સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે. પરંતુ વારંવાર આવી ઘટનાઓ સામે આવતાં સ્થાનિકોમાં ભયની સાથે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ જ કંપનીની બહાર કલરયુક્ત અને શંકાસ્પદ કેમિકલવાળા પાણીના તળાવો ભરાઈ જવાના અહેવાલો સામે આવ્યા હતા,ત્યારે પણ મીડિયામાં વિસ્તૃત અહેવાલો પ્રકાશિત થતા ભારે ઉહાપોહ થયો હતો. તેમ છતાં જો ફરીથી આવી જ ઘટના સામે આવી રહી હોય, તો પ્રશ્ન એ ઊભો થાય છે કે તંત્ર ની અગાઉની કાર્યવાહી માત્ર કાગળ નો વાઘ તો સાબિત નથી થઈ રહી ને. ?? સ્થાનિક લોકો હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે માંગ કરી રહ્યા છે કે, સમગ્ર ઘટનાની તપાસ કરીને જવાબદાર જણાય તો માત્ર નોટિસ આપીને મામલો દબાવી દેવાના બદલે ક્લોઝર સહિતની કડક અને નક્કર કાર્યવાહી કરવામાં આવે. વારંવાર સર્જાતી આવી ઘટનાઓ માત્ર ઔદ્યોગિક બેદરકારી છે કે પછી પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખીલવાડ? સાયખા GIDCમાં પ્રદૂષણના પ્રશ્નો વારંવાર સામે આવતા હોવા છતાં જવાબદાર તંત્ર કેટલું કડક વલણ અપનાવે છે તેની પર હવે સૌની મીટ મંડાયેલી છે.

સ્થાનિક લોકોની માંગ છે કે સમગ્ર ઘટનાની GPCB દ્વારા તાત્કાલિક કંપનીમાં સતત મોનિટરિંગ, ઓનલાઈન ઉત્સર્જન નિરીક્ષણ અને નિયમિત ઓડિટ ફરજિયાત બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Loading Viewer...

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!