જંબુસરના ખાનપુર દેહગામમાં શ્વાનનો મહિલા પર હુમલો, મોઢાના ભાગે ગંભીર ઇજાઓ 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસરના ખાનપુર દેહ ગામમાં રખડતાં શ્વાને મહિલા પર હુમલો કરતા મહિલાને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાને સારવાર આપવામાં આવી હતી.રખડતાં શ્વાનનો ‘આતંક’લોકો માટે ભયનું કારણ બની રહ્યું છે.જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામમાં રખડતાં શ્વાને આતંક મચાવતા લોકો ભયના ઓથાર હેઠળ આવી ગયા છે.ઘરની બહાર બેસેલી મહિલા ઉપર રખડતાં શ્વાન દ્વારા હુમલો કરવામાં આવતા મહિલાને મોઢા, નાક અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી.ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રખડતાં શ્વાનોને વહેલી તકે પકડી લેવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામમાં રખડતાં શ્વાન દ્વારા મહિલાને કરડવાની વધુ એક ઘટના સામે આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.ખાનપુર દેહ ગામના ફરજાના ઇમરાન યાકુબ પટેલ પોતાના ઘરની બહાર ઓટલા પર બેઠા હતા. તે દરમ્યાન ગામમાં રખડતાં શ્વાને તેમની ઉપર અચાનક હુમલો કરી દીધો હતો.હુમલામાં ફરજાના પટેલને મોઢા, નાક અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ,જંબુસર 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!