કેપી એનર્જીની અલગ અલગ સાઈટ પરથી દોઢ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી,ત્રણ સામે ફરિયાદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકામાં કેપી એનર્જીની અલગ અલગ ઠેકાણે સાઈટ કાર્યરત છે.જ્યાંથી કોન્ટ્રાકટર ધ્રુવેટ કોર્પોરેશનના દોઢ લાખના એલ્યુમિનિયમ કંડકટર વાયરની ચોરી થતા ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા પામી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીમાં હાલના સાઈટ એન્જીનીયર તેમજ ભૂતપૂર્વ કર્મીનો હાથ હોવાની વિગતો સપાટી પર આવી છે.કેપી એનર્જી લિમિટેડ ને માથે જાણે પનોતી બેઠી હોય તેમ એકબાદ એક ઘટનાઓ સામે આવી રહી છે.જેમાં થોડા સમય અગાઉ કેપીના કર્મચારીનું ગાડી ની નીચે કચડાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય સાઈટ પર ઘટેલ દુર્ઘટનામાં એક શ્રમિકનું કેબલ માં ફસાઈ જવાથી કરૂણ મોત થયું હતું.હજી આ ઘટનાઓની સ્યાહી સુકાઈ નથી ત્યાંજ કેપી એનર્જીમાંથી કેબલ ચોરીની ઘટના સામે આવતા ચકચાર વ્યાપી જવા પામી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત તા.૨૫ જુન થી ૧૨ જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન કે.પી. એનર્જી લીમીટેડ કંપનીના કોન્ટ્રાકટર ધ્રુવેટ કોર્પોરેશનમાં રહીને કે.પી. એનર્જી લીમીટેડ કંપનીમાં સાઈટ એન્જીનીયર તરીકે નોકરી કરતા ભુષણ કર્માકર તથા ધ્રુવેટ કોર્પોરેશનમાં અગાઉ નોકરી કરતા શૈલેંદ્ર ગોર તથા પહાજ ગામના ફિરોજ દિવાને ભેગા મળી કેપી કંપનીના જણીયાદરા ખાતેના સ્ટોર ઉપરથી તથા જણીયાદરા પી.એસ.એસ. ખાતે થી તેમજ જણીયાદરા પી.એસ.એસ. થી ગોલાદરા તરફ જતી ટ્રાન્શમીશન લાઇન ઉપરાંત અંભેર ગામ પાસે આવેલ જણીયાદરા પી.એસ.એસ. થી ત્રાંકલ તરફ જતી ટ્રાન્શમીશન લાઇનમાંથી આશરે ૩૮૦૦ મીટર જેટલો એલ્યુમિનિયમ નો કન્ડકટર વાયર જેની આશરે કિંમત રૂપીયા ૧,૫૦,૦૦૦ ની ચોરી કરતા ભાવસિંગ બાલુભાઈ ચૌહાણ દ્વારા વાગરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!