વાગરા ખાતે દિલ્લીના જંતર મંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થનમાં વાગરા કોંગ્રેસ દ્વારા આયોજિત વિરોધ કાર્યક્રમને અપેક્ષિત જનસમર્થન પ્રાપ્ત ન થતાં કાર્યક્રમનો ફિયાસ્કો થવા પામ્યો હતો. કાર્યક્રમમાં આંગળી ના વેઢે ગણાય એટલા માત્ર અંદાજે ૧૨ જેટલા લોકો જ હાજર રહેતા સમગ્ર કાર્યક્રમનું શૂરશુરિયું થઈ ગયું હોવાની વ્યાપક ચર્ચાઓ જાગી છે.નિટ પરિક્ષા મામલે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા સરકારની શિક્ષણ નીતિ અને વિદ્યાર્થીઓ સાથે દમન અને શિક્ષણ પ્રધાનના રાજીનામાં ની માંગ કરવામાં આવી હતી. જોકે, સ્થાનિક સ્તરે કાર્યકરો અને સામાન્ય નાગરિકોની એકદમ પાંખી હાજરીને પગલે કાર્યક્રમ નિરર્થક રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે વાગરા પહેલા થી જ કોંગ્રેસનો ગઢ ગણાય છે ત્યારે સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ કાર્યક્રમમાં કોંગી કાર્યકરોની ઓછી હાજરી ચર્ચાનો વિષય બનવા પામી છે. વિરોધ પક્ષ દ્વારા વિદ્યાર્થીઓના મુદ્દે જનઆંદોલન ઊભું કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ લોકોનો મર્યાદિત અને મોળો પ્રતિસાદ મળતાં કાર્યક્રમ નિષ્ફળ રહ્યાની ચર્ચઓએ ભારે જોર પકડ્યું છે.નોંધપાત્ર છે કે વાગરા તાલુકા કોંગ્રેસ NEET મુદ્દે મોડું જાગી હોવાનું પંથકના લોકો જણાવી રહયા છે.વધુમાં વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ ઉક્ત કાર્યક્રમમાં ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આ મામલે ઉપપ્રમુખે પ્રમુખ વિદેશ પ્રવાસે હોવાનું કારણ આપ્યું હતું, પરંતુ મહત્વના રાજકીય કાર્યક્રમમાં નેતૃત્વની ગેરહાજરી કાર્યકરોમાં પણ ચર્ચાનો વિષય બની હતી.વાગરા ડેપો સર્કલ ખાતે યોજાયેલા વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વાગરા ટાઉનમાં બસ ડેપો નજીક સર્કલ ખાતે ભરૂચ જીલ્લા કોંગ્રેસના ઉપ પ્રમુખ મહેન્દ્રસિંહ જશવંતસિંહ રાજ તથા વાગરા તાલુકા કોંગ્રે પક્ષના ઉપપ્રમુખ મક્સુદ્દીન દિગ્વીજયસિંહ રાણાની આગેવાની હેઠળ તંત્રની પરવાનગી વગર ૧૧ વાગે કાર્યક્રમ યોજાયો હતો. “દિલ્હીમાં વિધાર્થીઓ ઉપર થયેલ લાઠીચાર્જ અનુસંધાને” વિરોધ પ્રદર્શન અને પરવાનગી વગર ધરણા તેમજ વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ પક્ષના ૧૨ જેટલા કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા.વિરોધ પ્રદર્શન દરમિયાન આંગળીના ટેરવે ગણાય એટલા જ કાર્યકરો હાજર રહતા કોંગ્રેસના સંગઠનાત્મક બળ અને કાર્યકરોની સક્રિયતા અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. વિરોધ પ્રદર્શન કરતાં વધુ ચર્ચા તો કાર્યકરોની ઓછી હાજરી અને નેતૃત્વની ગેરહાજરીએ જ જગાવી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









